રાજકોટ
News of Tuesday, 28th March 2023

કટલેરીના વેપારીની આંખમાં મરચુ છાંટી બે લાખ રોકડ સહિત એકટીવા લુંટનો ભેદ ખુલ્‍યો : ૯ સકંજામાં

શનિવારે રાત્રે કે.કે.વી. હોલ પાછળ સર્વોદય સોસાયટી નજીક બનેલી લુંટનો ભેદ અઢી દિવસમાં ખોલી નાખતી ક્રાઇમ બ્રાન્‍ચ દોઢ માસ પહેલા દુકાનમાંથી છુટા કરાયેલા વિનોદ કોળીએ મિત્રો સાથે મળી પ્‍લાન બનાવ્‍યો'તો : ઝડપાયેલા આરોપી પૈકી ૩ સગીર વયના : પીઆઇ વાય.બી.જાડેજા, સબ ઇન્‍સ્‍પેકટર એમ.જે.હુણ, કે.ડી.પટેલ, એ.એસ.ગરચરની ટીમને સફળતા

કે.કે.વી.હોલ પાછળ શનિવારે રાત્રે વેપારીની આંખમાં મરચુ છાંટી એકટીવા સહીત ડેકીમાં પડેલા બે લાખની ચલાવાયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં  ઉકેલી નાખ્‍યો હતો. જેની માહીતી આપવા યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહીતી આપતા ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી બસીયા અને પીઆઇ વાય.બી.જાડેજા સહીતનો સ્‍ટાફ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૧૯)

લુંૅટારૂઓએ લૂંટને અંજામ આપવા રેકી કરવા અને વેપારીનો પીછો કરવા ઉપયોગમાનં લીધેલા મોટરસાયકલ પોલીસે કબ્‍વે કર્યા છે(ફોટોઃ સંદીપ બગથરીયા)

તપાસમાં અંતે ભાંગી પડયો હતો અને પોતે પાંચ મિત્રો સાથે લુંટનો પ્‍લાન કરી ઘટનાને અંજામ આપ્‍યાનું સ્‍વીકારી લીધું હતું.

આ કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્‍ચે વિનોદ ઉપરાંત લાલજી ઉર્ફે લાલો ઉર્ફે લાલો શામજી વાઘેલા (ઉ.વ.ર૦, જાતે કોળી, રહે. પોપટપરા શેરી નં. ૧૬/૧) અને દિવ્‍યેશ જીતેન્‍દ્ર વાવેશા (ઉ.વ.૧૯, જાતે કોળી, રહે. પોપટપરા શેરી નં. ૧૦), મુસ્‍તાક ગફારભાઇ શાહમદાર (ઉ.વ.૧૯, રહે. સીતાજી આવાસ યોજના, જીવરાજ પાર્ક પાસે, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ), આર્યન રફીકભાઇ સેતા (ઉ.વ.૧૯, રહે. પોપટપરા શેરી નં. ૯/૧૧)ને પણ ઉઠાવી લીધા હતા. તમામની ક્રોસ પુછપરછ કરવામાં આવતા દરરોજ વેપારી દુકાનેથી દોઢ બે લાખની રોકડ લઇ ઘેર જતા હોવાની માહિતી વિનોદે પોતાના મિત્ર લાલજી અને દિવ્‍યેશને આપી હતી અને ત્‍યાર બાદ ૩ સગીર સહીત ૯ આરોપીઓએ સાથે મળી લુંટની યોજના બનાવ્‍યાનું કબુલ્‍યું હતું.

યોજના મુજબ  લાલજી ઉર્ફે લાલો, દિવ્‍યેશ, જયસુખ મુખ્‍ય આરોપી વિનોદ અને સગીરે યોજના ઘડી દુકાનથી ઘર સુધી રેકી કરી હતી. લુંટમાં વધારે માણસોની જરૂર હોવાથી મુસ્‍તાક શાહમદારને સાથે જોડયો હતો. તેણે અન્‍ય બાળ કિશોરોને લુંટ કરવા સાથે જોડયા હતા. ત્‍યાર બાદ બનાવના દિવસે મુસ્‍તાક શાહમદાર આ આર્યન સેતા અને એક બાળકિશોર દુકાન પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતા અને એક બીજા સાથે ફોનથી સંપર્ક કરી વેપારી દુકાનેથી નિકળતા જયસુખ ઉધરેજાને તેની સાથેના બાળ કિશોરને માહીતી આપતા એકટીવા ઉપર પીછો કરી ફરીયાદી તેના ઘર પાસે પહોંચતા લાલજી ઉર્ફે લાલો વાવેશા, દિવ્‍યેશ વાવેશા અને ૩ પૈકીનો અન્‍ય એક સગીર કિશોર વેપારીના સ્‍કુટરને ઉભુ રખાવ્‍યું હતું. ૩ પૈકીના બાળ કિશોરે  ફરીયાદીની આંખમાં મરચુ છાંટયું હતું. વેપારી સ્‍કુટર ઉપરથી પડી જતા આરોપી લાલજી ઉર્ફે લાલો અને અન્‍ય બાળકિશોર ફરીયાદીનું એકટીવા ડેકીમાં પડેલ રોકડ સાથે ઉપાડી નાસી છુટયા હતા.

પોલીસે ૧ લાખ ૯૭ હજાર રોકડા, લુંટમાં ઉપયોગમાં લેવાયેલ ર સ્‍કુટર,  ઉપયોગમાં લેવાયેલ  ૬ મોબાઇલ સહીત ૩ લાખ પ૬ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો છે. (૪.૧૯)

રાજકોટ, તા., ૨૮: તા.રપમીના રાત્રે કે.કે.વી.હોલ પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા અને લાખાજીરાજ રોડ ઉપર પ્રહલાદ ટોકીઝ પાસે રણછોડરાય સેલ્‍સના નામે કટલેરીની દુકાન ધરાવતા વેપારી જીતેન્‍દ્રભાઇ રણછોડભાઇ દુધાત્રાના એકટીવાને તેમના ઘર પાસે રાત્રીના પોણા દસ વાગ્‍યાના અરસામાં બે અજાણ્‍યા શખ્‍સોએ આંતરી આંખમાં મરચુ છાંટી ડેકીમાં પડેલા બે લાખની રોકડ સહિતના એકટીવાની  લુંટ ચલાવી હતી. આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે અઢી દિવસમાં ઉકેલી મુખ્‍ય આરોપી સહીત ૯ ને ઝડપી લઇ ૧.૯૭ લાખ રોકડ, લુંટાયેલુ એકટીવા સહીતનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

તા.રપમીના રાત્રે ફરીયાદી જીતેન્‍દ્રભાઇ ધુધાત્રા પોતાની દુકાન વધાવી વકરાના પૈસા સાથે ઘરે જવા પોતાના એકટીવા નં. જીજે-૦૩ કબી ૪૧૪પ  ઉપર નિકળ્‍યા હતા. વેપારી તેમના રહેણાંક કે.કે.વી. હોલ પાછળ સર્વોદય સોસાયટી, સ્‍ટાર વીલા બંગલો નજીક પહોંચ્‍યા ત્‍યારે અગાઉથી રાહ જોઇ ઉભેલા બે અજાણ્‍યા યુવાનોએ એકટીવા અટકાવ્‍યું હતું અને વેપારી કંઇ સમજે તે પહેલા તેની આંખમાં આ બંન્નેએ મરચુ છાંટતા વેપારી હેબતાઇ ગયા હતા. આ દરમિયાન ઘડીના છઠ્ઠા ભાગમાં ડેકીમાં પડેલા બે લાખની રોકડ સાથેના થેલા સહીતનું એકટીવા લઇ બંને લુંટારા પલાયન થઇ ગયા હતા.

આ દરમિયાન વેપારીએ હો હા કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને આંખમાં પાણી છાંટી વેપારીને આશ્વસ્‍થ કર્યા હતા. પાછળથી પોલીસે જાણ કરાતા માલવીયાનગર પોલીસ સ્‍ટેશનનો કાફલો અને કઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો.

ઘટના સંબંધી વેપારી  પાસેથી માહીતી મેળવ્‍યા બાદ તુરંત પોલીસે છાનબીન હાથ ધરી હતી અને સીસીટીવી ફુટેજ મેળવ્‍યા હતા. જેમાં લુંટારૂઓ વોકહાર્ટ હોસ્‍પીટલ તરફ નાસી છુટતા નજરે પડયા હતા. જો કે, લુંટારૂઓના ચહેરા સ્‍પષ્‍ટ થઇ શકયા ન હતા.

માલવીયાનગર પોલીસે લુંટ અંગે વિધિવત ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી હતી. સાથોસાથ ક્રાઇમ બ્રાંચના પીઆઇ. વાય.બી.જાડેજાના નેજાતળે પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એમ.જે.હુણ, કે.ડી.પટેલ અને એ.એસ.ગરચર પણ પોતપોતાના સ્‍ટાફ સાથે કામે લાગ્‍યા હતા. ફરીયાદી વેપારીને લુંટારુ વિષે  કોઇ શંકા હોવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્‍યો હતો. પંતુ તેમણે કોઇ શંકા દર્શાવી ન હતી. તેમની દુકાન સાથે સંકળાયેલા સ્‍ટાફ વિષેની પુછપરછ દરમિયાન સાહજીક રીતે ક્રાઇમ બ્રાન્‍ચને માહીતી મળી હતી કે, પોપટપરા શેરી નં. પ/૩ના ખુણે રહેતા વિનોદ ધરમશી ગેડાણી (ઉ.વ.૧૯) જાતે કોળીને કામ સરખુ ન હોવાથી જીતેન્‍દ્રભાઇએ દોઢ માસ પહેલા છુટો કર્યો હતો. આ શંકાસ્‍પદ મુદ્દાને ધ્‍યાને લઇ ક્રાઇમ બ્રાન્‍ચે વિનોદની હિલચાલ ઉપર નજર રાખી હતી જે શંકા ઉપજાવતી હોવાથી તેને ઉપાડી લઇ પુછપરછ હાથ ધરાતા સૌ પ્રથમ પોતે કાંઇ જાણતો નહિ હોવાનો કક્કો ઘુંટયો હતો. પરંતુ ઉલટ

(4:07 pm IST)