રાજકોટ
News of Saturday, 28th March 2020

સહકાર ગ્રુપના તાવડા ચાલુ : ધારાસભ્ય પણ ભજીયાનો ઘાણવો ઉતારવા બેસી ગયા

રાજકોટ : મદદની હાકલ પડે ત્યારે સૌરાષ્ટ્ર કાઠીયાડીઓ કયારેય પાછા પડયા નથી. ત્યારે હાલ કોરોનાના કારણે લોકડાઉનનની સ્થિતી વચ્ચે જે લોકો ભોજન પામી શકતા ન હોય તેઓને જમાવડવા માટે સહકાર ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ શરૂ કરાયો છે. પ્રમુખ પિન્ટુભાઇ ખાટડી દ્વારા શરૂ કરાયેલ આ રસોડામાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ખુદ પણ ભજીયાના ઘાણવા ઉતારવા બેસી ગયા હતા. જરૂરત મંદ લોકો માટે શરૂ કરાયેલ આ રસોડાની વ્યવસ્થામાં શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, રાજકોટ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનીકસ કેમેરામેન એસો.ના પ્રમુખ સંદીપ બગથરીયા, અશોકભાઇ બગથરીયા (અકિલા), ફોટોગ્રાફર મિત્રો રાજુભાઇ બગડાઇ, સુખદેવસિંહ ઝાલા, દર્શન ભટ્ટી, હર્ષ ભટ્ટી, જીજ્ઞેશ દવે, પિયુષ રૈયાણી, જયપાલસિંહ તેમજ સહકાર ગ્રુપના પંકજભાઇ પઢીયાર, કાદર મનસુરી, હિતેષ રાઠોડ, અખ્તર મીનીવાળીયા, રાજુ પઢીયાર, તેજસ સચાણીયા, પદુ રાઠોડ, દિગ્વીજય બારોટ, નિલેષ ગોસ્વામી, પરેશ ચૌહાણ, સુમિત પઢીયાર, કિશોરભાઇ ટાંક વગેરે પણ સાથે રહ્યા હતા. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(2:47 pm IST)