રાજકોટ
News of Friday, 28th February 2020

રામોદની ઘટના અસહ્ય, બેટી બચાવોની વાતો બણગા પુરવાર : અજીત લોખીલ

સંડોવાયેલાઓ સામે પગલા ભરવા આમ આદમી પાર્ટીની માંગ

રાજકોટ તા. ૨૮ : એક તરફ ભાજપના નેતાઓ બેટી બચાવોના નારા લગાવી રહ્યા છે અને બીજી તરફ વાસ્તવીકતા અલગ જ જોવા મળી રહી છે. રામોદની યુવતી પર થયેલ દુષ્કૃતિય સહી ન શકાય તેવી ઘટના હોવાનું રોષ વ્યકત કરતા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર અજીત લોખીલે જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ગોંડલના રામોદમાં ભાજપના નેતા અને તેમના મળતીયાઓ દ્વારા આચરવામાં આવેલી જઘન્ય કૃત્યની ઘટનામાં દોષિતો સામે કડક પગલા ભરવાની માંગણી આમ આદમી પાર્ટીએ ઉઠાવી છે. યુવતિને ન્યાય અપાવવા જનતાને સાથે રાખી લડત અપાશે. તેમ અંતમાં અજીત લોખિલ (મો.૯૦૬૭૭ ૭૮૮૯૪) એ જણાવેલ છે.

(3:45 pm IST)