રાજકોટ
News of Friday, 28th February 2020

રવિવારે સંદિપભાઈ શ્રીમાંકરના જન્મદિને હોરી- રસીયા, ધોળ, રાસકિર્તન : સેવાકીય કાર્યો

થેલેસેમીયાગ્રસ્ત બે બાળકોને સાયકલ વિતરણ : બ્લડ પ્રેશર, ડાયાબીટીસ ચેક કરી અપાશે : વ્યસન મુકિત અભિયાન : પાણીના કુંડા વિતરણ : દેહ દાનનો સંકલ્પ

રાજકોટ, તા. ૨૮ : સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ.મહેન્દ્રભાઈ શ્રીમાંકરના પુત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદિપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧લી માર્ચના રોજ જન્મદિવસ છે. શ્રીજી બાવાના શુભાશિષ અને સૌના સાથ, સહકાર, પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શનથી વ્યવસાયિક ક્ષેત્રે અત્યંત સફળ સંદિપભાઈ શ્રીમાંકર સેવાકીય ક્ષેત્રે પણ અગ્રેસર છે. ગૌ.વા. મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત, સંવર્ધિત તેમજ આર્શીવાદીત ગૌસેવા - જીવદયા - માનવતાના વારસાને સતત આગળ ધપાવતા તેમજ ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમના ન્યાયે સંદિપભાઈ શ્રીમાંકર પરીવારે દર વર્ષની માફક આ વર્ષે જન્મદિવસની સેવામય ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે.

સંદિપભાઈના જન્મદિવસ નિમિતે સેવાયજ્ઞનું ઉદ્દઘાટન માતુશ્રી ગં.સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકર હસ્તે કરાશે. તા.૧લી માર્ચ, રવિવાર, સાંજે ૫ થી ૮:૩૦ દરમિયાન સ્વસ્તિક પોલીસ સ્ટોર (મહાવીર એપાર્ટમેન્ટ, મોટી ટાંકી ચોક, રાજકોટ) ખાતે શ્રીજી ગૌશાળાના લાભાર્થે અશોકભાઈ રાણપરા તથા ટીમ દ્વારા હોરી - રસીયા, ધોળ, રાસકિર્તનનો કાર્યક્રમ તથા આવનાર તમામ આમંત્રિતોને એનીમલ હેલ્પલાઈનના સહકારથી પક્ષીઓના માળા - પીવાના પાણીની કુંડી રામપાતર ભેટ સ્વરૂપે અપાશે. સાથમાં જ થેલેસેમીયા ગ્રસ્ત બે બાળકોને સાયકલ વિતરણ કરશે. હોરી - રસીયા, ધોળ, રાસ કિર્તનમાં ન્યોછાવર થયેલ રકમ શ્રીજી ગૌશાળાને અર્પણ કરાશે.

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા આમંત્રિતોનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબીટીસ ચેક કરી અપાશે, ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોની જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન અપાશે. ડો.દિવ્યેશ વિરોજા, ડો.સંકલ્પ વણઝારા અંગદાન અંગે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયાના સથવારે આવનાર આમંત્રિતોને ચક્ષુદાન, દેહદાન, અંગદાનના સંકલ્પપત્રો ભરશે. વ્યસન મુકિત પ્રદર્શન પણ પ્રસંગ સ્થળે રખાશે. થેલેસેમીયા રોગ અંગેની માહિતી અનુપમ દોશી માહિતી સાથે પત્રિકા વિતરણ કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગં.સ્વ. માધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકર, સંદિપ શ્રીમાંકર (મો.૯૦૯૯૦ ૧૪૦૧૨), સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર, અદિતિ શ્રીમાંકર, શાંતિલાલ ધાબલીયા, કિર્તી ધાબલીયા, મયુર ધાબલીયા, નીપા ધાબલીયા, ટવીંકલ ધાબલીયા, દિલીપભાઈ પારેખ, ધર્મેશ પારેખ, જગદીશ પારેખ, આશિષ શ્રીમાંકર, કેયુર શ્રીમાંકર, યશ શ્રીમાંકર, જય શ્રીમાંકર, પારસ મોદી, મયુર શાહ, પ્રશાંત શેઠ, તેજસ શેઠ, ભાવનાબેન મંડલી તથા હેમાબેન મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજનમાં પ્રતિક સંઘાણીનો સહયોગ મળેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)