રાજકોટ
News of Friday, 28th February 2020

રાજકોટ જીલ્લાના પોલીસ મથકમાં માહિતી દર્શાવતા બોર્ડ લગાવાયા

રાજકોટઃ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ફાલ્કન પમ્પસ પ્રા.લી.રાજકોટના  સૌજન્યથી પ્રજાના જાહેરહીત માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશનની માહિતી તથા સંલગ્ન પોલીસ અધિકારી/કર્મચારીઓના નામ દર્શાવતુ બોર્ડ બનાવવામાં આવેલ છે. જે બોર્ડમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર તેમજ પોલીસ અધિકારી / કર્મચારી પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં કઇ જગ્યાએ બેસે છે તેમજ કયા કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં કઇ ફરજ બજાવે છે અને પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પોલીસ ચોંકી તેમજ બીટની માહીતી દર્શાવવામાં આવેલ છે. તેમજ  જે તે પોલીસ સ્ટેશન કયા ડીવીઝન તથા કોના નિયંત્રણ નીચે છે તેની માહીતી પણ આપવામાં આવેલ છે. તથા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર તથા ઈ-મેઇલ આઇડી પણ આપવામાં આવેલ છે. આ બોર્ડ મુકવાની મુખ્ય આશય પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધવાનુ છે. અગાઉ માહિતીને અરજદારોને મુશ્કેલી પડતી હતી  હવેથી પોલીસ સ્ટેશન કક્ષાએ આવનાર અરજદાર સીધા જ લગત પોલીસ અધિકારી / કર્મચારીઓનો સંપર્ક સાધી શકશે. જેથી બોર્ડમાં દર્શાવેલ માહિતીથી પ્રજાનો સમય અને શકિત વેડફાતા રોકી શકાય છે. તસ્વીરમાં માહિતી દર્શાવતુ પોલીસ મથકનું બોર્ડ અને બોર્ડમાં માહિતી જોતા લોકો નજરે પડે છે.

(11:50 am IST)