રાજકોટ
News of Thursday, 28th February 2019

દેશી દારૂની ડ્રાઇવ : છ દરોડામાં ૪ ઝડપાયા

બે શખ્સો પીધેલી હાલતમાં અને ત્રણ શખ્સો છરી સાથે પકડાયા

રાજકોટ તા ૨૮ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં પોલીસે છ સ્થળે દરોડા પાડી ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રામનાથ પરા પાસે ભવાનીનગરમાં એ ડીવીઝન પોલીસે રાહુલ ભાણજીભાઇ શીયાળ (ઉ.વ.૨૦) ને રૂા ૮૦/- ના દેશી  દારૂ સાથે અને ભવાની નગર શેરી નં. ૨ માંથી વિજય નારણભાઇ ગોહેલ (ઉ.વ. ૩૪) ને રૂા ૪૦/- નો દેશી દારૂ સાથે અને લોહાનગર મફતીયાપરા પાસે ઝુપડપટીમાંથી આશા રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫) ને રૂા ૪૦/- ના દેશી દારૂ સાથે પકડી લીધા હતા. જયારે કુવાડવા પોલીસે નવાગામ આણંદપરમાં માવાડી નદીના કાંઠે  બગીચા પાસે રૂા ૬૦/- નો દેશી દારૂ કબજે કર્યો હતો., જયારે સુનિતા ગોપાલભાઇ બુટીયા (ઉ.વ.૩૦) નાશી ગઇ હતી, જયારે આંબેડકરનગર શેરી નં.પ માંથી  માલવીયાનગર  પોલીસેરૂા ૮૦/- નો  દેશી દારૂ કબજે કર્યો હતો. જયારે  પુરી અરજણભાઇ  ડાંગરની શોધખોળ આદરી છે, અને ગાંધીગ્રામ પોલીસે   છોટુનગર મફતીયાપરા પાસેથી વાસુદેવ ઉર્ફે વાસુ, ઉર્ફે ટકો રામુભાઇ કુવરીયા (ઉ.વ.૨૯) ને રૂા ૮૦/- ના દેશી દારૂ સાથે પકડી લીધો અતો.

અનીલ અને નિલેશ પીધેલ પકડાયા

ટાગોર રોડ  હેમુ ગઢવી હોલની  સામેથી એ ડીવીઝન પોલીસે જીજે-૩ સીએસ-૪૩૯૫ નંબરનું એકસેસ લઇને નીકળેલા અનીલ બહાદુરભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પકડી લીધો હતો, જયારે ગંજીવાડાના નાકા પાસેથી થોરાળા પોલીસે બાઇક લઇને નીકળેલા નિલેશ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૨૦) ને કેફી પ્રવાહી પીધેલી હાલમાં ઝડપી લીધોહતો.

ત્રણ શખ્સો છરી સાથે પકડાયા

આજીડેમ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન કોઠારિયા રીંગ રોડ શ્રી હરી સોસાયટી નજીક સાંઢીયા પુલ પાસેથી ભરતદાન ભીમદાન દેથામારૂ (ઉ.વ.૩૦) (રહે. શ્રી હરી સોસાયટી) ને છરી સાથે અને પ્ર નગર પોલીસે જામનગર રોડ  હુડકો કવાર્ટર મેઇન રોડ શેરી નં.૬ પાસેથી વિશાલ શ્રીકાંતભાઇ મહેતા (ઉ.વ.૩૧) (રહે. ખત્રીવાડ, સોની બજાર) ને છરી સાથે પકડી લીધો હતો., જયારે તાલુકા પોલીસે વામ્બે આવાસ યોજના કવાર્ટર પાસેથી સાગરચંદ તીલુચંદ  ઠાકુર (ઉ.વ.૨૩)(રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર) ને છરી સાથે પકડી લીધો હતો. (૩.૬)

(3:56 pm IST)