રાજકોટ
News of Thursday, 28th February 2019

કોંગ્રેસના બહિષ્કાર વચ્ચે ખાસ બોર્ડમાં જમીનની વિવાદાસ્પદ દરખાસ્તો મંજૂર

ભાજપ જમીનનાં અંગત સ્વાર્થ માટે 'ખાસ બોર્ડ' બોલાવ્યાનાં આક્ષેપ સાથે કોંગ્રેસનાં તમામ ૩૧ કોર્પોરેટરો બોર્ડમાં ગેરહાજર રહ્યાઃ ટી. પી. સ્કીમો વેરીડ કરવી જમીન હેતુફેર, દુકાન વેચાણ સહિત ૧૮ દરખાસ્તો બોર્ડમાં હાજર માત્ર ભાજપનાં ૩૪ કોર્પોરેટરોએ ગણતરીની મિનીટોમાં મંજૂર કરી દીધી

મંજાુર....મંજાુર...મંજાુર... : આજે મળેલા ખાસ બોર્ડનો વિપક્ષ કોંગ્રેસે બહિષ્કાર કરતાં શાસક પક્ષ ભાજપને ફાવતુ મળી ગયુ હતુ કેમ કે કોઇ વિરોધ કરનાર ન હોઇ ગણતરીની મીનીટોમાં ૧૮ દરખાસ્તો મંજાુર કરી દેવાયેલી તે વખતની તસ્વીરમાં બોર્ડના અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલિયા, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની વગેરે દર્શાય છે. નીચેની તસ્વીરમાં કમલેશ મીરાણી, કશ્યપ શુકલ, અનિલ રાઠોડ, અરવિંદ રૈયાણી, પુષ્કર પટેલ, સહિતનાં કોર્પોરેટરો દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૪ર)

રાજકોટ તા. ર૮ :.. મ્યુ. કોર્પોરેશનમાં આજે સવારે મળેલા ખાસ બોર્ડમાં ટી. પી. સ્કીમ વેરડી, થાય હેતુફેર અને શોપીંગ સેન્ટર વેચાણ જેવી વિવાદાસ્પદ દરખાસ્તો વિપક્ષ કોંગ્રેસના ૩૧ કોર્પોરેટરોનાં બહિષ્કાર વચ્ચે બોર્ડમાં હાજર શાસક પક્ષ ભાજપનાં ૩૪ કોર્પોરેટરોએ ગણતરીની મીનીટોમાં સર્વાનુમતે મંજૂર કરી દીધી હતી.

 આગામી ટુંક સમયમાં લોકસભાની ચુંટણીઓની આચાર સંહિતા લાગુ થનાર છે. ત્યારે તે પુર્વ મ્યુ. કોર્પોરેશનની ટી.પી.સ્કીમોના પ્લોટનાં હેતુફેર સહીતનાં નીતીવિષયક નિર્ણયો તેમજ અન્ય વહીવટી દરખાસ્તમાં નિર્ણયો લેવા માટે આજે તા.ર૮ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં ખાસ બોર્ડ મળ્યું હતું. આ અંગે આ ખાસ બોર્ડનાં એજન્ડામાં દર્શાવેલ ટાઉન પ્લાનીંગની મહત્વની દરખાસ્તો મુજબ પ્રારંભીક ટી.પી. સ્કીમ નં. ૧૪ (વાવડી) રાજકોટની પુનઃ રચનાની દરખાસ્તને પરામર્શ  આપવા અંગે નિર્ણય લેવાયો હતો.

સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ ઉપરોકત પ્રારંભીક ટી.પી. સ્કીમમાં કેટલાક રીઝર્વેશન પ્લોટોમાં વર્ષો જુના મંદિરનું બાંધકામ ઉપરાંત કારખાનાઓમાં બાંધકામો ઉભા હોઇ આવા પ્લોટોનો હેતુફેર કરવા માટે ટી.પી. સ્કીમમાં પરામર્શ કરાયો છે.

આ ઉપરાંત આખરી ટીપી સ્કીમનં. ૩ (નાનામૌવા)માં અંતિમ ખંડ નં. રપનો આવાસ યોજનાનો પ્લોટ બગીચા માટે હેતુફેર કરવાની દરખાસ્ત મંજૂર કરાયેલ તેવી જ રીતે શહેરનાં રસ્તા પર આવેલ બે ખાનગી બિલ્ડીંગોને જોડવા માટે લોખંડનો બ્રીજ બનાવવાનાં નિતીવિષયક નિર્ણય માટેની દરખાસ્તનો આ ખાસ બોર્ડના એજન્ડામાં સમાવેશ છે.

આ ઉપરાંત એજન્ડામાં વિવિધ શોપીંગ સેન્ટરોની દુકાનોની જાહેર હરરાજીથી વેચાણ ભરતી વિતરણથી જમીન આપવા, બજેટ વર્ગફેર જેવી વહીવટી બાબતો સહીત કુલ ૧૮ દરખાસ્તોને બોર્ડમાં હાજર ભાજપનાં ૩૪ કોર્પોરેટરોએ ગણતરીની મીનીટોમાં જ સર્વાનુમતે મંજૂર કરી દેતાં બોર્ડ બેઠક કોઇપણ જાતની ચર્ચા વગર પુર્ણ થઇ ગયેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ખાસ બોર્ડમાં બંધારણનો ભંગ કરી અને જમીનની લ્હાણીઓ કરવામાં આવ્યાનાં આક્ષેપો સાથે આજની આ ખાસ   બોર્ડ બેઠકનો કોંગ્રેસના કોર્પોરેટરોએ તમામ ૩૧ બહિષ્કાર કર્યો હતો. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જાહેર કર્યુ છે. (પ-૪૩)

 

 

(3:52 pm IST)