રાજકોટ
News of Thursday, 28th February 2019

ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદ્દો ઉભરવાનું અકિલાએ ૮ મહિના પહેલા લખેલ

રાજકોટ, તા. ર૮ : ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારે સર્જાયેલ પરિસ્થિતિથી દેશભરમાં રાષ્ટ્રવાદનો જુવાળ સર્જાયો છે. કાશ્મીરનાં પુલવામા હુમલા બાદ ભારતની ઝાંબાજ વાયુ સેનાએ પાકિસ્તાનનાં કબજાગ્રસ્ત વિસ્તારમાં જઇને ત્રાસવાદી સ્થાનોમાં સપાટો બોલાવી દીધો છે. લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દા એક બાજુ રહી જાય અને રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય બની જાય તેવા સ્પષ્ટ એંધાણ છે. ભાજપે જુદા જુદા માધ્યમોથી લોકલાગણીને ચોક્કસ દિશા આપવાનાં પ્રયાસો શરૂ કરી દીધા છે. અત્યારની સ્થિતિએ ભાજપ માટે આ મુદ્દો ફાયદાકારક છે. કાશ્મીર સમસ્યા વર્ષોથી સળગી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો પણ પ્રસંગોપાત ચગતો રહ્યો છે. અકિલાએ તા. પ જુલાઇ ર૦૧૮નાં અંકમાં પાના નં. ૬ ઉપર ર૦૧૯ની ચૂંટણીનાં ભાજપના એજન્ડા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરેલ. અત્રે તેની કૃતિ પ્રસ્તૃત છે. (૯.૯)

 

(3:50 pm IST)