રાજકોટ
News of Thursday, 28th February 2019

કાશ્મીરની અભૂતપૂર્વ કમ નશીબી-જવાબદાર કોણઃ દેશ નેતાઓની અક્ષમ્ય ભૂલોનું મોતકારક પરિણામો

રાજકોટ : તા. ૨૭,  સન ૧૯૪૭ પહેલા સંપૂર્ણ શાંત અને સ્વર્ગસમાન કાશ્મીરમાં કયાંય વિષમતા ન હતી. ભારતીય સેનાના વડા ત્યારે બનતા સુધી જનરલ લોક હતા. અંગ્રેજો એકે એક રાજાને ઉઠાડવા માંગતા હતા. ભારતનું સૌથી મોટું રાજય કાશ્મીર હતું. મહારાજા હરિસિંઘ પ્રત્યે પ્રજાને માન હતું. અગાઉ મહારાજા અવંતિ વર્મા, મેઘ વાહન વિગેરે રાજાઓ થયા. ત્યાં પશુહત્યા પર પ્રતિબંધ હતો. ગૌહત્યારાને દેહાંત દંડની સજા થતી. કાશ્મીરના પ્રજાવત્સલ રાજાને રવાના કરવા ગીલગીટ વિસ્તારના પહાડી લોકોને ઉશ્કેર્યા. રહસ્ય બહાર આવ્યું નથી પરંતુ ભારતમાં બેઠેલા અંગ્રેજ સેનાના વડાનો હાથ હતો. માઉન્ટબેટનને પણ પં. નહેરુએ એક વર્ષ અહીંજ રોકી રાખ્યા. ગમે તેમ પણ શ્રીનગર ઉપર હલ્લો કરવાની જબ્બર હિલચાલ થઈ. મહારાજા હરિસિંઘે દિલ્હીની મદદ માંગી. વલ્લભભાઈ પટેલે વિમાનો દ્વારા લશ્કર મોકલ્યું. મહારાજાને મુંબઈ રવાના કર્યા. શાંતિ થઈ, પરંતુ મહારાજાને કાશ્મીર જવા ન દીધા. અને શેખ અબ્દુલ્લા ને બેસાડ્યા. યુનોમાં ગયા. કલમો ૩૫ અ અને ૩૭૦ કે બંધારણની ઘુસણખોરીની લગીરેય જરૂર ન હતી. જો મહારાજા હરિસિંઘને જ રાજ ચલાવવા દીધું હોત તો કાશ્મીરમાં મહાશાંતી હોત. હજારો નિર્દોષ જવાનો, યુવાનો વિગેરેનું કમોત થયું ન હોત. મહારાજા હરિસિંઘના કુંવર હાલ દિલ્હીમાં છે. શ્રી કરણસિંઘજી ને હવાલે કાશ્મીરને સોંપો અને ભારતનું અવિભાજય અંગ રહેશે જ તેમાં બે મત નથી. બોંબમારો કે લશ્કરી પગલાથી પરિસ્થિતિ વધુ બગડશે.

સુમનલાલ છો કામદાર

રાજકોટ

(3:44 pm IST)