રાજકોટ
News of Saturday, 28th January 2023

સગર્ભા મહિલાઓને નિઃશુલ્‍ક સેવા આપતી રાજ્‍ય સરકારની ‘ખિલખિલાટ વાન'

રાજકોટ તા. ૨૮ : ગુજરાત સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા આરોગ્‍યલક્ષી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અન્‍વયે સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓને તેમના નવજાત ભૂલકાંઓ સાથે સલામત-આરોગ્‍યપ્રદ રીતે ઘરે પહોંચાડવાની અવિરત સેવા ‘ખિલખિલાટ વાન'ના માધ્‍યમથી આપવામાં આવે છે.

ઉપરાંત બીમાર બાળકને હોસ્‍પિટલથી ઘર સુધી વિનામુલ્‍યે પહોંચાડવામાં પણ ‘ખિલખિલાટ વાન'ની સેવા મદદરૂપ થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં સગર્ભા માતાને ઘરેથી હોસ્‍પિટલ અને હોસ્‍પિટલથી ઘરે સુરક્ષિત રીતે લઈ જવા માટે ૨૬ જેટલી ‘ખિલખિલાટ વાન' સતત કાર્યરત છે. જિલ્લામાં ‘ખિલખિલાટ વાન'ની સેવા શરૂ થયાથી અત્‍યાર સુધી ૧૦.૭૯ લાખ સગર્ભાઓ તેમજ વર્ષ ૨૦૨૨માં ૨૮૪૧૬ સગર્ભાઓને મદદરૂપ બની છે.

(1:41 pm IST)