રાજકોટ
News of Friday, 28th January 2022

તિબ્‍બત સંઘ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 ભારત તિબ્‍બત સઘના ગુજરાત પ્રાંતના મહિલા અધ્‍યક્ષ ડો.પ્રો.મૃણાલિનીબેન ઠાકરની યાદી મુજબ ભારત તિબ્‍બત સંઘ ગુજરાત પ્રાંતની યાદી મુજબ પ્રજાસત્તાક દિવસ નિમિતે રાજકોટ મહાનગરની BTS (ભારત તિબ્‍બત સંઘ)ની ટીમ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ધ્‍વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ સમારંભમાં સંસ્‍કારધામ B.ED કોલેજ પણ સહભાગી થઇ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સરસ્‍વતી પૂજનથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં મહિલા પાખ મહાનગર અધ્‍યક્ષ શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટ દ્વારા BTS વિષે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મુખ્‍ય અતિથિ તરીકે ગુજરાત શોધ, સંશોધન, સંયોજક અભિલેખાગાર ડો. નિખિલભાઇ ભટ્ટ હાજર રહ્યા હતા. તમામ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી અલકાબેન ધામેલિયા દ્વારા કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમ સંયોજક તરીકે મહાનગર અધ્‍યક્ષ યોગિનભાઇ છનિયારા તથા કૈલાશબા વાળાએ હાજરી આપી હતી. ગુજરાત પ્રાંતના મહિલા અધ્‍યક્ષ મૃણાલિનીબેન ઠાકરે શુભેચ્‍છા પાઠવી હતી. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

 

(3:49 pm IST)