રાજકોટ
News of Friday, 28th January 2022

કલેકટર કોન્‍ફરન્‍સઃ તમામ પ્રાંત-મામલતદારો પણ હાજર : મહેસૂલના ૧૮ મૂદ્દા અંગે સમીક્ષા

રાજકોટ તા. ર૮ : ઘણા લાંબા સમય બાદ વિડીયો કોન્‍ફરન્‍સ મારફત કલેકટર કોન્‍ફરન્‍સનો પ્રારંભ થયો છે. ગઇકાલે મોડી સાંજે પ્રાંત-મામલતદારો અને અમૂક નાયબ મામલતદારો અંગે સૂચના આવતા તે લોકો પણ ૧૧ વાગ્‍યાથી જોડાયા છે.
કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ કલેકટર કોન્‍ફરન્‍સમાં તુમાર ફાઇલો-બીનખેતી-અપીલના કેસો-પડતર નોંધ ઇ-ધરા, વિધવા - વિધૂર સહાય પડતર કેસો, ઓડીટ પારા સહિત કુલ ૧૮ જેટલા મૂદ્દા અંગે સમીક્ષા થઇ રહી છે.
રાજકોટ કલેકટર દ્વારા આ મુદ્દાઓ ઉપરાંત વિકાસકામો, બાકી મહેસૂલ, અપાયેલ જમીનો, સહિતની બાબતે મહેસૂલ સચિવ સમક્ષ વિગતો જણાવી હતી, કોન્‍ફરન્‍સમાં એડી.કલેકટર, તમામ પ્રાંત-મામલતદારો પણ ઉપસ્‍થિત રહ્યા છે, સાંજ સુધીમાં નવી સૂચનાઓ જાહેર થશે.

 

(4:32 pm IST)