રાજકોટ
News of Friday, 28th January 2022

ઘરેલુ હિંસાના કેસમાં પરિણિતા -સગીર પુત્રનું વચગાળાનું છ હજારનું ભરણપોષણ મંજુર

રાજકોટ,તા. ૨૮ : ઘરેલુ હિંસાના કેસની અરજીમાં પત્ની તથા સગીર પુત્રને માસિક રૂ. ૬૦૦૦ પતિને ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.અહિંના સંતકબીર રોડ, બેડી પરા પાસે, રહેતી પરણિતા તારાબેનના લગ્ન નવા ગામ મુકામે રહેતા અમિતભાઇ વજુભાઇ કતકપરા સાથે તા. ૩૧/૫/૨૦૧૫ના રોજ થયેલ હતા અને લગ્ન બાદ પરણિતા પોતાના સાસરે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ હતી અને ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પોતાના સાસરાના સભ્યો (૧) પતિ અમિતભાઇ વજુભાઇ કતકપરા, (૨) સસરા વજુભાઇ નારણભાઇ કતકપરા,  (૩) સાસુ વર્ષાબેન વજુભાઇ કતકપરા (૪) જેઠ ચેતનભાઇ વજુભાઇ કતકપરા અને (૫) જેઠાણી ઉષાબેન ચેતનભાઇ કતકપરા સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્ટીક વાયાલોન્સ એકટ હેઠળની ફરીયાદ દાખલ કરેલ હતી. અને કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળાામં પણ ભરણપોષણની માંગ કરતી અરજી દાખલ કરેલ હતી.

આ વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ પર આવતાં પરણિતાના વકીલોએ લંબાણપૂર્વકની દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલોને સહમત થઇ અદાલતનો કેસ ચાલે તે દરમ્યાન પરણિતા તથા તેના સગીર પુત્રને માસિક રૂ. ૬૦૦૦ વચગાળાના અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૨૨/૪/૨૦૨૧થી પતિએ ચડયેચડયા ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો. જે હુકમ મુજબ પરણિતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂ. ૫૪,૦૦૦ વસુલવા હક્કદાર બનેલ છે.

આ કેસમાં પરણિતા તારાબેન અમિતભાઇ કતકપરા વતી રાજકોટના એડવોકેટ શ્રી જગદીશ બી.નારીગરા તથા ચંદ્રસિંહ જી. પરમાર (સી.પી.)વકીલ તરીકે રોકાયેલ છે.

(2:45 pm IST)