રાજકોટ
News of Friday, 28th January 2022

અકસ્માત મૃત્યુના કેસમાં સજા પામેલ આરોપીનો અપીલ કેસમાં નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૮: અકસ્માત કરી મૃત્યુ નીપજાવવાના ગુનામાં નીચેની અદાલતે ઠરાવેલ સજાના હુકમ સામેની અપીલમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે હુકમ ફરમાવેલ છે.

બનાવની વિગત એવી છેકે, ફરીયાદી નારણભાઇ વશરામભાઇ સોરઠીયાએ માલવીયાનગર પો. સ્ટેશનમાં તારીખઃ ૧/૧/ર૦૧૪ના રોજ આરોપી પ્રકાશ ભાવસિંગભાઇ જરીયા, રહે. લોધેશ્વર સોસાયટી, શેરી નં. ૧/૧૬, રામનગરની સામે, ગોંડલ રોડ, રાજકોટવાળા વિરૂધ્ધ માલવીયાનગર પો. સ્ટે.માં આઇ.પી. ર૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી. એકટની કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબની ફરીયાદ આપેલ. જે કામે નીચેની અદાલતમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી ૩૦૪(અ) ના ગુનામાં ર-વર્ષની સખત કેદ તથા રૂ. પ૦૦૦/- નો દંડ તથા ર૭૯ના ગુનામાં ૬-માસની સખત કેદ તથા રૂ. ૧૦૦૦/- દંડ તથા ૩૩૭ ના ગુનામાં તકસીરવાન ઠરાવી ૬-માસની સખત કેદ તેમજ એમ.વી. એકટની કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ ના ગુનામાં તકસીરવાન ઠરાવી રૂ. ર૦૦/- દંડ કરેલ. જે હુકમથી નારાજ થઇ આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરેલ.જેમાં આરોપી તરફે મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે, ક્રીમીનલ જયુરી.ના સીધ્ધાંત મુજબ આરોપી વિરૂધ્ધના આક્ષેપીત ગુનાનો મજબુત અને ઠડોસ પુરાવો રજુ કરી નીશંકપણે સાબીત કરવાની જવાબદારી ફરીયાદપક્ષ ઉપર રહેલી છે અને જો ફરીયાદ પક્ષ મજબુત અને ઠોસ પુરાવો રજુ કરી આરોપી વિરૂધ્ધના ગુનાઓ નિઃશંક રીતે પુરવાર કરવામાં સફળ થાય તો જ ફરીયાદપક્ષ ઉપરનું બર્ડન ડીસ્ચાર્જ ગણાય અને ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવા વિરૂધ્ધ રીબર્ટલ પુરાવોઆપવાનો બોજો આરોપી ઉપર સીધ્ધ થાય તેવા સંજોગોમાં આરોપીએ શકયતાઓની સંભવીતતચાઓના આધારે રીબર્ટલ પુરાવો આપતા પોતાનો બચાવ વ્યાજબી રીતે પુરવાર કરવાનો થાય છે. સદર કામે તપાસ અમલદારને તપાસતા બનાવ સ્થળે ઘણા માણસો હાજર હોય છતાં પણ પોતાની તપાસ દરમ્યાન કોઇ નજરે જોનાર સાહેદોનું નીવેદન લીધેલ ન હતું. જેને ધ્યાને લઇ બચાવ પક્ષે આરોપીને નિર્દોષ ઠરાવવા દલીલો કરેલ હતી.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી પ્રકાશ ભાવસિગભાઇ જરીયાને નીચલી કોર્ટે ફરમાવેલ સજાનો હુકમ રદ કરીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, એમ. ડી. પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(2:45 pm IST)