રાજકોટ
News of Friday, 28th January 2022

કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ વચ્ચે ૫૦૪ બોટલ દારૂ ભરેલા વાહન સાથે પપ્પુ રાજસ્થાની પકડાયો

યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. યુવરાજસિંહ ઝાલા અને કોન્સ. બલભદ્રસિંહ જાડેજાની બાતમીઃ ૨ લાખનો દારૂ, વાહન, મોબાઇલ મળી ૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૮: કેકેવી હોલથી ઇન્દિરા સર્કલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર પાઉભાજીવાળી શેરીમાથી યુનિવર્સિટી પોલીસે રૂ. ૨ લાખનો દારૂ ભરેલા વાહન સાથે રાજસ્થાની શખ્સને પકડી લઇ કુલ રૂ. ૬,૨૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. યુવરાજસિંહ ઝાલા અને કોન્સ. બલભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી જીજે૩૭ટી-૩૫૨૦ નંબરનું ટાટ એઇસ વાહન કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ વચ્ચે આવેલી પાઉભાજીની દૂકાનવાળી શેરીમાંથી પકડી લીધુ હતું. આ વાહનમાંથી રૂ. ૨,૦૧,૬૦૦નો ૫૦૪ બોટલ દારૂ મળતાં તે તથા ૪ લાખનું વાહન અને ૧૦-૧૦ હજારન બે મોબાઇલ ફોન કબ્જે કરી ભગીરથરામ ઉર્ફ પપ્પુ તેજારામ બિશ્નોઇ (ઉ.૨૮-ધંધો ડ્રાઇવીંગ, રહે. કેરીયા તા. ચિતલવાના જી. જાલોદ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

આ શખ્સ આગઉ પાટણના સાંતલપુર અને અરવલ્લી શામળાજીમાં દારૂના બે ગુનામાં પકડાઇ ચુકયો છે. રાજકોટ તે કોને દારૂ આપવા આવ્યો હતો અને દારૂનો જથ્થો કોણે મોકલ્યો? તે જાણવા વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. વોરા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જડેજા અને બ્રિજરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(2:44 pm IST)