રાજકોટ
News of Friday, 28th January 2022

શહેર ભાજપ શિક્ષક સેલના સંયોજકપદે જયદીપભાઇ જલુઃ ઢોલરીયા સહ સંયોજક

રાજકોટ તા. ર૮: પ્રદેશ ભાજપની સુચના અનુસાર ભાજપ દ્વારા તમામ મહાનગર-જિલ્લામાં વિવિધ સેલની રચના કરવામાં આવેલ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા શિક્ષક સેલની રચના કરવામાં આવેલ છે.

જેમાં જયદીપભાઇ જલુની સંયોજક પદે, ભરતભાઇ ઢોલરીયાની સહ સંયોજકપદે વરણી કરાયેલ.

જયારે અમીષભાઇ દેસાઇ, રવિકુમાર કવા, વિજયકુમાર કણન્ઝારીયા, અજયભાઇ રાજાણી, વિશાલભાઇ હિરાણી, રાણાભાઇ ગોજીયા, ભાવેશભાઇ જોષીની કારોબારી સભ્યપદે વરણી કરાઇ હતી.

શહેર ભાજપ શિક્ષક સેલની આ નવનિયુકત ટીમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોટઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(2:42 pm IST)