રાજકોટ
News of Friday, 28th January 2022

વોર્ડ નં. ૧ના ઘંટેશ્વરના નાગેશ્વર, રૈયાધારના ઇન્દ્રપ્રસ્થમાં પીવાના પાણીની નીંરાત થશેઃ ૨.૭૨ કરોડના ખર્ચે પાઇપલાઇન નંખાશે

કોર્પોરેટર ડો.અલ્પેશ મોરજરીયા, ભાનુબેન બાબરીયા, હિરેન ખીમાણીયા, દુર્ગાબા જાડેજાના પ્રયત્નો સફળ

રાજકોટ,તા. ૨૬ : 'સૌનો સાથ સૌનો વિકાસ', જયા માનવી ત્યાં વિકાસને ખરા અર્થમાં સાર્થક કરતા વોર્ડ નં.૦૧માં જામનગરરોડ, ઘંટેશ્વરના નાગેશ્વર વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન તથા સ્લુઝ વાલ્વ રૈયાધાર ઈ.એસ.આર. મચ્છુનગર પી.પી.પી. આવાસ પાસેથી ન્યુ ગાર્બેજ સ્ટેશન આગળથી જામનગરરોડ એફ.સી.આઈ. ગોડાઉન રોડ ઈ.એસ.આર. સુધી ૪૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન, રૈયાધાર વિસ્તારની ઈન્દ્રપ્રસ્થનગર સોસાયટીમાં ૨૦૦ એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન નાખી નેટવર્ક કરવાના કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરતા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કુલ રૂ.૨,૭૨,૪૫,૧૩૦/- ખર્ચના કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરતા વોર્ડ નં.૦૧નાં તમામ કોર્પોરેટરો દ્વારા આભાર વ્યકત કરેલ. વોર્ડ નં.૦૧નાં કોર્પોરેટરો દ્વારા જણાવેલ કે શહેરમાં પાણી વિતરણનું નેટવર્ક વ્યવસ્થિત ગોઠવાય તે માટે જુદા-જુદા કામો હાથ પર લેવામા આવે છે. વોર્ડ નં.૦૧માં જામનગરરોડ, દ્યંટેશ્વરના નાગેશ્વર વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન તથા સ્લુઝ વાલ્વ રૈયાધાર ઈ.એસ.આર. મચ્છુનગર પી.પી.પી. આવાસ પાસેથી ન્યુ ગાર્બેજ સ્ટેશન આગળથી જામનગરરોડ એફ.સી.આઈ. ગોડાઉન રોડ ઈ.એસ.આર. સુધી ૪૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન, રૈયાધાર વિસ્તારની ઈન્દ્રપ્રસ્થનગર સોસાયટીમાં ૨૦૦ એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપલાઈન નાખી પાણી વિતરણ નેટવર્ક જરૂરી હોય. તે માટે વોર્ટર વર્કસ કમિટી ચેરમેનને ધ્યાને આવતા આ માટે રજુઆત કરવામાં આવેલ જેનાં અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્થાયિ સમિતિમાં દરખાસ્ત રજુ કરેલ. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં વોર્ડ નં.૦૧ની દરખાસ્ત મંજૂર થતાં વોર્ડ નં.૦૧ કોર્પોરેટર તથા ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ સભ્ય ડો. અલ્પેશભાઈ મોરજરીયા, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડનો આભાર વ્યકત કરેલ. આ કામગીરી થતાં આ વિસ્તારનાં લોકોનો પાણી વિતરણનો પ્રશ્ન સંપૂર્ણ હલ થશે.

(3:13 pm IST)