રાજકોટ
News of Thursday, 28th January 2021

રાજકોટ જિલ્લામાં કોરાના વેકિસનેશનની કામગીરી વેગવંતી :રાજકોટ શહેરમાં ૪ હજારથી વધુ અને જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારમાં ૩ હજાર થી વધુ હેલ્થ વર્કરને અપાઇ રસી

રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સીનનું સુરક્ષા કવચ આપવાની કામગીરીને પ્રતિસાદ

રાજકોટ : કોરોના અંત માટે સમગ્ર ભારતમાં રસીકરણના પ્રથમ ચરણ કાર્યાન્વિંત છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરમાં કુલ ૪૮ જગ્યાએ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
  રાજકોટ શહેરમાં પી.ડી.યુ હોસ્પિટલ ખાતે તા. ૧૬ – જાન્યુઆરીથી લઈને આજ દિન સુધીમાં ૬૪૪ જેટલા લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આજદિન સુધીમાં ૩૪૦૧ લોકોને વેક્સિન આપીને સુરક્ષીત કરવામાં આવ્યા છે.
  રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણની કામગીરી ડી.ડી.ઓ અનિલ રાણાવસીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ વેગવંતી બનાવવામાં આવી છે.
  આરોગ્ય શાખાના વેકિસનેશન સંકલન કામગીરી સંભાળતા અધિકારીઓએ જણાવ્યું હતું કોરોના રસી લીધા બાદ હેલ્થ વર્કરોને ખાસ કોઇ મુશ્કેલી પડી નથી. હેલ્થ વર્કરોએ રસી લઈને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇમાં આ એક સફળતા છે
  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૩ હજાર થી વધુ હેલ્થ વર્કરોને રસી આપવામાં આવી છે. વેકસીનેશન અને અન્ય સ્ટાફ સહાયનીય કામગીરી કરી રહ્યા છે.રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ પણ આજે વેકસિનનેશન કરાવ્યું હતું.  

(9:03 pm IST)