રાજકોટ
News of Thursday, 28th January 2021

ખોરાણા ગામમાં તીનપત્તિનો જુગાર રમતાં 5 શખસોને પકડી લેતી કુવાડવા રોડ પોલીસ

રાજકોટ: ખોરાણા ગામે કુવાડવા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 5 શખ્સને પકડી લઈ 33000ની રોકડ કબજે કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એન, એન. ચુડાસમાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ એમ.ઝાલા તથા પો.હેડકોન્સ. અરવિંદભાઈ મકવાણા, જયંતીભાઇ ગોહિલ, કિશોરભાઇ કે. પરમાર તથા પો.કોન્સ મુકેશભાઈ સબાડ, વિરદેવસિંહ.વી. જાડેજા તથા દેવેન્દ્રસિંહ એમ.જાડેજા સાહિતે હતા એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ એમ. ઝાલા તથા પો.કોન્સ. મુકેશભાઇ

સબાડ તથા પો.કોન્સ દેવેન્દ્રસિંહ જાડેજાને મળેલ સયુંકત હકિકત પરથી  રામાપીર મંદીરની બાજુમાં દરોડો પાડી 5 શખસો (૧) રમેશ ખોડાભાઇ ચૌહાણ રહે. ખોરાણા (2) કરીમ ગફરભાઈ ખોખર રહે. ખોરાણા (3)નસરૂદીન બાબુભાઇ બજાણી  રહે. સણોસરા (૪) ખીમજી રણછોડભાઈ સોલંકી રહે. ખોરાણા અને (૫) દિપક ગોરધનભાઈ પરસાણા રહે. તિરુપતી સોસાયટી શેરી નં.૩ મોરબી રોડ રાજકોટને પકડી લીધા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એસ.આર. ટંડેલની સૂચના હેઠળ આ કામગીરી થઈ હતી.

(8:01 pm IST)