રાજકોટ
News of Thursday, 28th January 2021

મ.ન.પા.ની ચૂંટણી માટે એન.સી.પી.ના ૧૬ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

વોર્ડ નં.૧૮ ની તમામ બેઠક પર ચુંટણી લડી ભાજપને પરાસ્ત કરશું: દરેક વોર્ડમાં હેલ્થ : સેન્ટર, શિક્ષણ આરોગ્ય સુવિધા વધુ સુદ્રઢ બનાવશું: ચુંટણી ઢંઢેરો જાહેર કરતા રેશમા પટેલ

 

આગામી મહાનગર પાલીકાની ચુંટણી માટે ચુંટણી ઢંઢેરો અને ઉમેદવારોની પ્રથમ યાદી એન.સી.પી.ના પ્રદેશ મહિલા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનનાં ઇન્ચાર્જ રેશ્માબેન પટેલ દ્વારા કાર્યકર્તાઓની ઉપસ્થિતીમાં જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૮:  આગામી ર૧ ફેબ્રુઆરીના યોજાનાર મહાનગર પાલીકાની ચુંટણી માટે એન.સી.પી.ના ઘુઆધાર, નએનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ, પ્રવકતા અને સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રભારી રેશ્માબેન પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે એનસીપી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌપ્રથમ વખત ઝંપલાવી રહ્યુ છે. તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે જ ભાજપ તોડફોડની નીતિ અપનાવતુ હોય છે. જેના પરિણામ સ્વરૂપે અમે જનતા રાજની સ્થાપના કરીશુ. જો ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો વિજેતા બનશે તો તેઓને દર મહિને પોતાના વોર્ડમાં જનતા દરબાર યોજવો પડશે અને સ્થાનિકોના પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવી તેનો રીપોર્ટ કમીટી સમક્ષ આપવો પડશે. અમે નેતા બનીને નહિં પણ સેવક બનીને રહીશુ.

વધુમાં રશમાબેન પટેલે આજે વોર્ડ નં.૧,૩,૪,૫,૬૧૩,૧૫,૧૮માં ૧-૧,વોર્ડ નં.૯,૧૧માં ૨ તથા વોર્ડ નં.૧૭માં ૩ સહિત કુલ ૧૬ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં વધુ ઉમેદવારોનાં નામ જાહેર કરી ભાજપને પરાસ્ત કરશુ.

આ તકે રાજકોટ શહેર પ્રમુખ ભૌમીક પારેખ, જીલ્લા પ્રમુખ સંદીપ ડોબરીયા સહીતના આગેવાનો , ઉમેદવારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

કયાં વોર્ડમાં કોણ ઉમેદવાર

વોર્ડ નંબર

ઉમેદવારનું નામ

વોર્ડ-૧

શ્રીમતી પયાલબા વાઘેલા

વોર્ડ-૩

ધવલભાઇ રાજેન્દ્રભાઇ રાવલ

વોર્ડ-૪

કિરણભાઇ નાથાભાઇ રાતોજા

વોર્ડ-પ

મચ્છાભાઇ ખેતાભાઇ જાદવ

વોર્ડ-૬

સુરસિંહ મોકાભાઇ ડાંગર

વોર્ડ-૯

ગમનકુમાર આર. દવે

વોર્ડ-૧૦

દુષ્યંતસિંહ રામદેવસિંહ જાડેજા

વોર્ડ-૧૧

શ્રીમતી કિરણબેન કાનાણી

વોર્ડ-૧૩

યાજ્ઞિક મગનભાઇ ડરાણીયા

વોર્ડ-૧પ

અશોકભાઇ દાફડા

વોર્ડ-૧૭

શ્રીમતી પ્રજ્ઞાબેન રાવલ

વોર્ડ-૧૭

ગીરીશભાઇ ગજેરા

વોર્ડ-૧૭

મુકેશભાઇ ડાભી

વોર્ડ-૧૮

ભાવેશભાઇ આહિર

(3:47 pm IST)