રાજકોટ માટે કોંગ્રેસના ઉમેદવારોનુ લીસ્ટ ૩૧ મી સુધીમાં ફાઇનલ થવાની શકયતા
આજે શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતનાં હોદ્દેદારો અને પ્રદેશ નેતા વચ્ચે બેઠકઃ ૮૦ ટકા પૂર્વ કોર્પોરેટરોને ફરી ''ચાન્સ''
રાજકોટ, તા., ૨૬: આગામી મહાનગર પાલીકાની ચુંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોનું ફાઇનલ લીસ્ટ ૩૦-૩૧ સુધીમાં તૈયાર કરી લેનાર હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસનાં સુત્રોના જણાવ્યા મુજબ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહીતના હોદેદારો પ્રદેશ નેતાઓને મળવા ગયા છે.
નોંધનીય છે કે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ૩૦૦ થી વધુ કાર્યકરોએ સેન્સ આપી દાવેદારી નોંધાવી હતી.
હવે આ અપેક્ષીતોમાંથી વોર્ડ દિઠ ૧ થી ૩ નામોની પેનલો પસંદ કરી કોંગ્રેસની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ થશે.
જેમાંથી ફાઇનલ ઉમેદવારોનું અડધુ લીસ્ટ ૩૧મીએ જાહેર થવાની શકયતા છે.
નોંધનીય છે કે કેટલાક વોર્ડમાં અનામત બેઠકો ફરતા કેટલાક પુર્વ કોર્પોરેટરોની ટીકીટ કપાશે અથવા વોર્ડમાં ફેરફારો થશે. આમ છતાં ૮૦ ટકા ગત ટર્મમાં કોર્પોરેટરોનાં નામો ફાઇનલ લીસ્ટમાં હોવાનું જાણવા મળે છે.