રાજકોટ
News of Thursday, 28th January 2021

સૌરાષ્ટ્રના જાણીતા ડો.વી.કે. તન્નાના સુપુત્ર

ડો.ધવલ તન્નાના રૂમેટોલોજી સેન્ટરનો શુભારંભ

પરિવારજનો - સ્નેહીજનોની ઉપસ્થિતિમાં સેન્ટરનો પ્રારંભ * સાંધા અને સ્નાયુઓના 'વા'ના રોગની સારવાર ઉપલબ્ધ

રાજકોટ, તા. ૨૮ : કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ન પડે. આ ઉકિતને રાજકોટના જાણીતા સીનીયર ડો.વી.કે. તન્નાના સુપુત્ર ડો.ધવલ તન્નાએ ચરિતાર્થ કરી છે. પિતાના પગલે તબીબી ક્ષેત્રે ડો.ધવલ તન્નાએ પર્દાપણ કર્યુ છે. ડો. ધવલ તન્નાના સૌરાષ્ટ્રના રૂમેટોલોજી સેન્ટર પરિવારજનો - સ્નેહીજનોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે.

એમડી મેડીસીન અને ડીએનબી સુપર સ્પેશ્યાલીટી (રૂમેટોલોજી)માં સુવર્ણચંદ્રક હાંસલ કરીને તેજસ્વીતા સિદ્ધ કરનાર ડો. ધવલ તન્નાના સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટરનો પ્રારંભ જાણીતા ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો.ચિરાગ માત્રાવડીયા સહિતના તબીબો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં થયો હતો.  ડો. ધવલ તન્નાના રૂમેટોલોજી સેન્ટરના શુભારંભ પ્રસંગે રાજકીય, સામાજીક, તબીબી વર્તુળ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી.

વિકસતુ રાજકોટ આજે સૌરાષ્ટ્રનું પાટનગર બન્યુ છે. રાજકોટના અનેક જટીલ રોગોની સારવાર થાય છે. પરંતુ રાજકોટમાં સાંધા અને સ્નાયુઓના 'વા'ના રોગના નિષ્ણાંત રૂમેટોલોજીની ખૂબ જરૂર રહેલી. રાજકોટમાં પાયાનું શિક્ષણ મેળવીને તબીબ ક્ષેત્રે શ્રેષ્ઠતા પુરવાર કરી રૂમેટોલોજીના નિષ્ણાંત તરીકે ડો. ધવલ તન્ના સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટર દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની રહે છે.

ડો. ધવલ તન્નાના સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટરના હાથ અને પગના સાંધાઓમાં દુઃખાવો થવો, સોજો આવવા, ગોઠલા, ડોક, અથવા કમરનો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો, સવારે શરીર જકડાઈ જવુ, લાંબા સમયનો કે વારંવાર તાવ આવવો મોઢામાં વારંવાર ચાંદા પડવા, તેમજ ઠંડીમાં આંગળીના ટેરવા ભૂરા કે સફેદ પડી જવા સહિત સાંધા તેમજ સ્નાયુઓના 'વા'ના રોગની સારવાર થશે.

તન્ના હોસ્પિટલ

સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટર ચૌધરી હાઈસ્કુલની બાજુમાં, કસ્તુરબા ટેલીફોન એકસચેન્જની બાજુમાં, રાજકોટ.

મો.૮૧૬૦૧ ૧૨૩૮૦

(3:19 pm IST)