ગોંડલ રોડ આંબેડકનગરમાં યોગેશ બેડવાના મકાનમાં દરોડો : પતા ટીંચતા આઠ પકડાયા
માલવીયાનગર પોલીસનો દરોડો : મકાન માલીક યોગેશ તથા જીજ્ઞેશ,કેતન, મનોજ, દિનેશ, રાહુલ અને ધવલની ધરપકડ
રાજકોટ,તા. ૨૮: ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતે હોવાની બાતમીના આધારે માલવીયા નગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં. ૧૧ (બ) માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ યુવરાજસિંહ તથા ભાવેશભાઇને બાતમી મળતા પીઆઇ કે.એ.ન ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા તથા હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દીગ્પાલસિંહ, હરપાલસિંહ, હિતેષભાઇ, મહેશભાઇ , રોહીતભાઇ તથા ભાવેશભાઇ સહિતે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક યોગેશ અરજણભાઇ બેડવા (ઉવ. ૩૨), જીજ્ઞેશ રમેશભાઇ બગડા (ઉવ. ૨૪), આંબેડકરનગર -૧૨ના જીજ્ઞેશ મુકેશભાઇ રાઠોડ (ઉવ.૨૫), શેરી ં. ૧૧ (બ)ના કેતન અરજણભાઇ બેડવા (ઉવ.૨૯), મનોજ પ્રેમજીભાઇ મકવાણા (ઉવ.૨૭), દિનેશ વીરજીભાઇ સોલંકી (ઉવ.૩૫), રાહુલ વાલજીભાઇ મકવાણા (ઉવ.૨૩) અને ધવલ પ્રેમજીભાઇ મકવાણા (ઉવ. ૧૯)ને પકડી લઇ રૂ. ૧૧,૩૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.