રાજકોટ
News of Thursday, 28th January 2021

કુવાડવામાં ભારતમાતા પૂજન-રકતદાન કેમ્પ

ધર્મ જાગરણ સમિતિ (સંઘ) દ્વારા કુવાડવા ખાતે પ્રજાસત્તાક પર્વે ભારતમાતાનું પૂજન અને સ્વ. ફોરમબેન દીલીપભાઇ ઢોલરીયાની સ્મૃતિમાં રકતદાન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૧૨૮ યુનિટ રકત એકત્ર થયેલ જે જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરાયુ હતુ. પ્રાંત સંપર્ક ટીમના સભ્ય રાજુભાઇ માંડલીયાએ મંત્રોચ્ચાર કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવેલ. બાદમાં ઢોલીરીયા પરિવારના દિલીપભાઇ તેમજ રેડક્રોસ બ્લડ બેન્કના મેડીકલ ઓફીસર, સરપંચ, સંજયભાઇ પીપળીયા, તલાટી મંત્રી, કુવાડવાના સામાજીક કાર્યાકર નટુભાઇ વ્યાસના હસ્તે દીપપ્રાગટયવિધિ કરાઇ હતી. ભારત માતાનું અબીલ ગુલાલ, કંકુ ચોખા વડે પૂજા નકરવામાં આવેલ. કુવાડવાના જુદા જુદા ૩૯ સ્થળોએ ભારતમાતાની મઢુલી શણગારી પુજા નકરાયુ હતુ. સમગ્ર ગામમાં રાષ્ટ્રભકિતનો માહોલ સર્જી દીધો હતો. બ્લડ કેમ્પમાં મુખ્ય ઇન્ચાર્જ તુષારભાઇ રાવલ, ભારત માતા પૂજન કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ પાર્થભાઇ કાકડીયા, શાખા કાર્યવાહજી આદીત્યભાઇ ઢોલરીયા તથા સર્વે કાર્યકરો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(3:13 pm IST)