રાજકોટ
News of Thursday, 28th January 2021

મોડી રાત સુધી મારા મિત્ર સાથે બેસુ તારે કાંઇ કહેવાનું નહી કહી કૃપાલીબેન ગજેરાને સાસરિયાનો ત્રાસ

ગોંડલના પતિ ભાવીન, સસરા ભવાનભાઇ, સાસુ શારદાબેન, દિયર અમીત અને દેરાણી રીંકલ સામે ગુનો

રાજકોટ,તા. ૨૮: પંચવટી હોલ પાસે જાનવી પાર્કમાં માવતર ધરાવતી પરિણીતાને ગોંડલમાં પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી ઘરની નાની-નાની વાતમાં ઝઘડો કરી પૈસાની માંગણી કરી શારિરીક , માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પંચવટી હોલની પાછળ રઘુકુળ હોસ્પિટલ નજીક આવેલા જાનવી પાર્કમાં માવતરના ઘરે રહેતા કૃપાલીબેન ભાવીનભાઇ ગજેરા (ઉવ.૩૦)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલ આઇ.ટી.આઇ પાસે સાટોડીયા સોસાયટીમાં રહેતા પતિ ભાવીન ગજેરા, સસરા ભવાનભાઇ વીરજીભાઇ ગજેરા, સાસુ શારદાબેન ગજેરા, દીયર અમીત ગજેરા અને દેરાણી રીંકલ અમીત ગજેરાના નામ આપ્યા છે.કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના નવ વર્ષ પહેલા ભાવીન ગજેરા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તી થઇ હતી. લગ્ન બાદ પતિએ પોતાને ચાર માસ સારી રીતે રાખ્યા બાદ નાની નાની ઘરકામ જેવી બાબત તથા રસોઇ બનાવવા બાબતે કહેતા કે 'તારાથી રસોઇમાં મીઠુ વધારે પડી ગયેલ છે' કહી હેરાન પરેશાન કરતા અને તે રાતે ઘરે મોડા આવે તો મોડુ કેમ થયુ તેમ પતિને પુછતા તે કહેતા કે હું મોડી રાત સુધી મારા મિત્ર સાથે બેસુ તારે મને કોઇ કહેવાનું નહીં અને અમારા ઘર તથા પરિવારની કોઇ પણ વાત મારી સાથે કરતા નહી તેમ કહી ઝઘડો કરતા હતા અને બધુ છુપાવતા હતા અને પતિ, સાસુ, સસરા, દીયર અને દેરાણી  પોતાની વાડીએ મીટીંગ કરતા અને પોતાને પરિવારની કોઇ વાતની જાણ થવા દેતા નહી પતિ બે વખત દેણામાં આવી ગયેલ તેની વાતની પણ મને જાણ ન કરતા અને પતિ કોઇ વાત પણ કરતા નહી અને નજીવી બાબતે ઝઘડો કરતા હતા. આ વાત સાસુને કરત તે પણ કયારેય સાથ આપતા નહી અને પોતે પોતાના પિયરમાં આવે ત્યારે પોતાને કહેતા કે લગ્નની ખરીદી સવારેથી સાંજે થઇ જાય તેવુ મેણા ટોણા મારતા તારા પિયરમાં જાતો બધાના ઘરેથી રોટલો પણ ખાતી આવજે તેમ કહી મેણાટોણા મારતા હતા. પોતાને ઘર સંસાર ચલાવવો હોય તેથી બધુ સહન કરતા હતા અને દિયર -દેરાણી ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતા હતા બાદ બે વર્ષ પહેલા પોતે પીયરમાં આવેલ ત્યારે પરિવારજનોને સાસરીયાઓના ત્રાસ બાબતે વાત કરતા પોતાના પિતાએ સાસરીયાએ સાથે વાત કરતા તેણે કોઇ જવાબ આપેલ નહી અને સમાધાન માટે પ્રયત્નો કરેલ નથી. અને પતિએ પોતાની પાસે અવારનવાર ધંધા માટે પૈસાની માંગણી પણ કરતા હતા. આથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. વી.જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(3:06 pm IST)