રાજકોટ
News of Thursday, 28th January 2021

ઠંડા પવનોથી રાજકોટીયનો ધ્રુજયાઃ ૯.૬ ડીગ્રી

દિવસ દરમ્યાન પણ ગરમવસ્ત્રોમાં જ જોવા મળતા શહેરીજનોઃ હજુ બે- ત્રણ દિ' ઠંડી સહન કરવી પડશેઃ ચા, કોફી સહિત ગરમ પીણા ઉપર લોકોનો તડાકો

રાજકોટ,તા.૨૮: છેલ્લા ત્રણ- ચાર દિવસથી ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. રાજયના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો સીંગલ ડીજીટમાં જોવા મળી રહ્યો છે. છાડથીજાવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હજુ ત્રણેક દિવસ ઠંડીનું મોજુ જારી રહેશે તેમ હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું છે.

રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. દરમિયાન આજે ૯.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ફૂૂકાતા ઠંડા પવનોની અસરથી ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે.

શહેરીજનો ગરમવસ્ત્રોમાં જ સજજ છે. ચા, કોફી સહિતના પીણા ઉપર તડાકો જોવા મળે છે. હજુ બે થી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે.

(11:39 am IST)