રાજકોટ
News of Sunday, 27th December 2020

ગંજીવાડા પીટીસી મેદાનમાં બાવળની જાળીમાં છુપાવેલો ૨૧ હજારનો દારૂ-બીયર પકડી લેતી થોરાળા પોલીસ

અસલમ ચાનીયા અને દિલીપ ઉર્ફ ટકાની શોધખોળ

રાજકોટઃ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત બુટલેગરો પર ધોસ બોલાવવાની સુચના અંતર્ગત થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિજય મેતા અને જયદિપ ધોળકીયા તથા રમેશ માલીયાની બાતમી પરથી ગંજીવાડા પીટીસી મેદાનમાં બાવળની જાળીમાં છુપાવાયેલો રૂ. ૧૨ હજારનો દારૂ તથા ૯ હજારનો બીયર શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી, ભુપતભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, યુવરાજસિંહ, દિવ્યેશભાઇ, કિરણભાઇ સહિતે આ કામગીરી કરી હતી. દારૂ-બીયરનો જથ્થો અસલમ ચાનીયા અને દિલીપ ઉર્ફ ટકો મકવાણા (રહે. ગંજીવાડા)એ છુપાવ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(10:54 am IST)