રાજકોટ
News of Saturday, 27th November 2021

ભાજપ દ્વારા કાલે તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ

રાજકોટ તા. ૨૭ : દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. તે અંતર્ગત કાલે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર આ કાર્યક્રમ માણવાની વ્યવસ્થા કરાઇ છે. કાલે રવિવારે સવારે ૧૧ વાગ્યે તમામ શ્રેણીના કાર્યકરોએ બહોળી સંખ્યામાં લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કરેલ છે. 

(3:22 pm IST)