રાજકોટ
News of Saturday, 27th November 2021

મોરબી રોડના વિવેક બોરડે રેસકોર્ષ મેદાનમાં ફિનાઇલ ગટગટાવ્યું

રાજકોટ તા. ૨૭ : જુના મોરબી રોડ પર ક્રિષ્ના પાર્ક-૧માં ગિરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રહેતાં વિવેક પ્રવિણભાઇ બોરડ (ઉં.૨૬) નામના પટેલ યુવાને રાતે પોણા દસેક વાગ્યે રેસકોર્ષ ગ્રાઉંન્ડમાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જાણ કરી હતી.
વિવેક ચાંદીના કારખાનામાં કામ કરે છે અને અપરિણીત છે. તેના પરિવારજનના કહેવા મુજબ બે ત્રણ દિવસથી તે અકળ કારણોસર ગુમસુમ રહેતો હતો અને ચિંતામાં હોય તેમ લાગતું હતું. પરંતુ કારણ પુછતાં જણાવતો નહોતો. દરમિયાન ગત રાતે તેણે આ પગલુ ભર્યુ હતું. પોલીસ નિવેદન લેવા પહોંચી એ પહેલા તે રજા લઇ જતો રહ્યો હતો.
નારાયણનગરના નિલેષભાઇ પર મોટા વડાળા પાસે હુમલો
રાજકોટના નારાયણનગર ત્રિશુલ ચોકમાં રહેતાં નિલેષભાઇ નટવરલાલ મકવાણા (ઉં.૪૫) મોટાવડાળાના પાટીયે હતાં ત્્યારે આરાધના પંપ પાસે અશોક અને અજાણ્યાએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગરમાં જાણ કરાઇ હતી.
નિલકંઠ ટોકિઝ પાસે વિજયભાઇ પર કડાથી હુમલો
પરસાણાનગર-૫માં રહેતાં વિજયભાઇ ગોવિંદભાઇ નળીયાપરા (ઉં.૪૨) નિલકંઠ ટોકિઝ પાસે હતાં ત્યારે સાગરે હાથમાં પહેરવાના કડાથી માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભક્તિનગર પોલીસને જાણ કરાઇ હતી.

 

(11:06 am IST)