રાજકોટ
News of Friday, 27th November 2020

જયાં ભયાનક આગ લાગી તે શિવાનંદ હોસ્પિટલમાં જીઈબીનું કનેકશન વાયરીંગ, ૧૧ કેવી અને ટ્રાન્સફોર્મર બધુ કાયદેસર છે : અત્યારે પણ પાવર ચાલુ છે

રાજકોટ વીજતંત્રના સર્કલના મુખ્ય ઈજનેર શ્રી પૂજારાએ આજે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે જયાં ભયાનક આગ લાગી તે કોવિડ શિવાનંદ હોસ્પિટલમાં અમારૂ જીઈબીનું કનેકશન કાયદેસર છે : તમામ વાયરીંગ ૧૧કેવી લાઈન અને ટ્રાન્સફોર્મર પણ કાયદેસર જ છે : વીજતંત્રમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી : આજની તારીખે પણ ત્યાં પાવર ચાલુ છે : જયા આગ લાગી છે ત્યાં તે ભાગ સિવાય નિયમીત રીતે વિજ પુરવઠો કાર્યાન્વીત થઈ રહ્યો છે

(3:37 pm IST)