રાજકોટ
News of Friday, 27th November 2020

બાઇક ચોરીના ગુનામાં નવ વર્ષથી ફરાર ગટુ કામળીયા પકડાયો

રાજકોટ, તા. ર૭ : શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણાની સૂચનાથી પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ, પ્રદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે મયુરભાઇ, નગીનભાઇને મળેલી બાતમીના આધારે નવ વર્ષથી બાઇક ચોરીના ગુનામા નાસતોફરતો ગટુ સેલારભાઇ કામલીયા (ઉ.વ.૩૮) (રહે. અરડોઇ)ને કોઠારીયા ગામ પાસેથી ઝડપી લીધો હતો.

(3:35 pm IST)