રાજકોટ
News of Friday, 27th November 2020

રેલનગર વિસ્તારમાં બુલડોઝર ફેરવતી મહાપાલિકાઃ ૯૬ કરોડની જમીન ખુલ્લી

રહેણાંક મકાન, બગીચો, સાર્વજનિક પ્લોટ અને આવાસ યોજનાની અનામત જમીનોમાંથી દિવાલો, સહિતનાં ગેરકાયદે બાંધકામોનો કડુસલો

રાજકોટ તા. ર૭ :.. શહેરનાં રેલનગર વિસ્તારમાં આજે સવારે મ.ન.પા.ની ટાઉન પ્લાનીંગ શાખાએ પ જેટલાં ગેરકાયદે બાંધકામો દુર કરી કુલ ૯૬ કરોડની જમીનો ખુલ્લી કરાવી હતી.

આ અંગે ટી. પી. વિભાગની યાદીમાં જણાવાયુ છે કે, કમીશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર શ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. ર૭ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૩ માં તથા ટી. પી. સ્કીમ નં. ૧૯ (રાજકોટ) માં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને અંદાજે (છન્નું કરોડ ત્રણું લાખ પંચાણું હજાર રૂપિયા)ની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ તથા વોર્ડ નં. ર માં આઝાદ ચોક પાસે વોટર -વે માં થયેલ દીવાલનું દબાણ તથા વોર્ડ નં. ૭ માં મંગળા રોડ પરનાં દુકાનોના પતરાનું દબાણ દુર કરવામાં આવેલ છે. જેની વિગતો આ મુજબ છે. (૧) ૧ર/એ (એસ. ઇ. ડબલ્યુ. એસ. એચ.) મુરલીધર સુચિત સોસા. પાસે, રેલનગર વિસ્તાર (ર) ૧ર-બી (એસ. ઇ. ડબલ્યુ. એસ. એચ.) મુરલીધર સૂચિત સોસા. પાસે, રેલનગર વિસ્તાર (૩) ર૯-બી (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર) મુરલીધર સૂચીત સોસા. પાસે, રેલનગર વિસ્તાર (૪) ર૧-એ (બગીચા માટે) ભગવતી હોલ પાછળ, રેલનગર વિસ્તાર (પ) ૧૬-એ (રહેણાંક વેચાણ માટે) ભકિત. પાર્ક પાસે, રેલનગર વિસ્તાર તમામ મળી કુલ ર૭,૬૯૭, ૯૬,૯૩,૯પ,૦૦૦,  કરોડની જમીન ખુલ્લી કરાવાયેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત દબાણ હટાવ શાખા, રોશની શાખા તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ. તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:37 pm IST)