રાજકોટ
News of Friday, 27th November 2020

મવડી - પાળ - રાવકીને જોડતા બ્રીજનું ખાતમુહુર્ત

રાજકોટ : લોધીકા તાલુકાના મવડી-પાળ-રાવકીને જોડતા રાવકી ગામના પાદરમાં આવેલ પુલને મેજર બ્રીજ બનાવવાનું કામ રૂ.૪ કરોડ ૮૦ લાખના ખર્ચે હાથ ધરાતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સંઘના ડીરેકટર મનસુખભાઇ સરધારા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દીગુભા જાડેજા, મોહનભાઇ દાફડા, મોહનભાઇ ખુંટ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ત્રણેય ગામના લોકોને અવર જવર માટેનો મહત્વનો આ માર્ગ પુલ બનવાથી ફરી ધમધમતો થશે.

(11:42 am IST)