રાજકોટ
News of Wednesday, 27th November 2019

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખનું ફરીયાદીને વળતર ચૂકવવા આદેશ

રાજકોટ, તા. ર૭ : રૂ. બે લાખના ચેક રીટર્નના કેસમાં રૂપિયા બે લાખનું વળતર અપાવતી  રાજકોટની ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી વિમલભાઇ ભીખુભાઇ ચાવ રહે. રૂષિકેશ સોસાયટી, યુનિ. રોડ રાજકોટ વિરૂદ્ધ અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવાર રહે. જય મુરલીધર નવલનગર શેરી નં. ૭ના છેડે ખોડીયાર ડેરી સામે મવડી પ્લોટ, રાજકોટ , આ કામના આરોપી એટલે કે અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવાર જેને ફરીયાદી એટલે કે વિમલભાઇ ભીખુભાઇ ચાવએ મિત્રતાના કારણે રૂ. ર,૦૦,૦૦૦- બે લાખ પુરા માત્ર સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા, તથા તે અન્વયે આ કામના આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવારએ ફરીદીના નામ જોગ પ્રોસીસરી નોટ પણ લખી  આપેલ અને આ રકમ પરત કરવા ફરીયાદીને આરોપીએ પાકુ વચન, વિશ્વાસ આપેલ અને આ રકમ પરત માગો ત્યારે તમોને રકમ પરત કરી આપીશુ઼ અને સદરહું રકમ પરત કરવા માટે આરોપીએ લેણી નીકળતી રકમ પેટે એસ.બી.આઇ. બેન્ક રાજકોટનો ચેક રૂ. ર,૦૦,૦૦૦ બે લાખ પુરાનો ચેક આપેલ હતો જે ફરીયાદીએ બેન્કમાં કલીયરીંગમાં રજૂ કરતા પરત ફરેલ હતો. ત્યારબાદ રાજકોટના એડવોકેટ શ્રી અભિષેક એન. શુકલ દ્વારા લીગલ નોટીસ આપવામાં આવેલ. આરોપીએ નોટીસ અન્વયે કોઇ દરકાર ન કરતા એડવોકેટ શ્રી અભિષેક એન. શુકલએ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું કેઇસમાં આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવાર સાથે કરેલ ફોજદારી ફરીયાદમાં ફરીયાદીનો પુરાવો લેવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદીના એડવોકેટ શ્રી અભિષેક એન. શુકલ દ્વારા દલીલો કરવામાં આવેલ. ત્યાર બાદ એ-ડીશનલ ચીફ જયુ ડીશીયલ મેજીસ્ટ્રેટટ આખરી હુકમ કરી એવું ઠરાવેલ કે આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવારએ ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ પેટે ચેક આપેલ સદરહું ચેક પરત ફરતા તથા નોટીસનો કોઇ જ જવાબ આપવાની દરકાર ન કરતા જેથી આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવારને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલબ -રપપ (ર) અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ના ગુના સબબ તકસીરવાના ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કરવામાં આવેલ તથા આરોપી અરવિંદભાઇ મોતીભાઇ કોઠીવારને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ ૩પ૭ (૩) અન્વયે ફરીયાદીને વળતર પેટે ચેકની રકમ રૂ. ર,૦૦,૦૦૦ દિવસ ૩૦ માં ચૂકવવી આપવા અને જો આરોપી દંડ ચૂકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.

ફરીયાદી વિમલભાઇ ભીખુભાઇ ચાવ વતી રાજકોટના એડવોકેટ શ્રી નલીનભાઇ કે. શુકલ, અભિષક એન. શુકલ, રાજેશ કે. દલ, જય એન. શુકલ, ધર્મેશ કે. દવે, ભરતભાઇ ટી. ઉપાધ્યાય, અજયભાઇ કે. પરમાર, કિશનભાઇ આર. મેવાડા રોકાયેલ હતા.

(3:54 pm IST)