રાજકોટ
News of Wednesday, 27th November 2019

બે હાથ મસળતા થોડો ગરમાવો શરૂ થયો ફુલ ગુલાબી ઠંડી આવી, શિયાળો શરૂ થયો

ગરમી ભાગી, સર્દી (ઠંડી) આઈ, ઘર ઘરમાં નિકલી રજાઈ... આ પંકિત જેવો અનુભવ રાજકોટવાસીઓને થઈ રહ્યો છે. માગસર માસ બેસતા જ શિયાળાનો અનુભવ થવા લાગ્યો છે. આજે વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ધંધા- રોજગાર અર્થે જતા લોકોએ શરદીથી બચવા માટે સ્વેટર, ટોપી, મફલર જેવા ગરમ કપડાનો સહારો લીધો હતો. હેલ્મેટ પહેરી હોય તેને પવનથી બચવાની અનુકુળતા થઈ હતી. આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ છે. શિયાળો આરોગ્યવર્ધક ઋતુ છે એને માણવા તૈયાર થઈ જાવ....

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:44 pm IST)