રાજકોટ
News of Wednesday, 27th November 2019

રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના ચેક રિટર્નના કેસમાં લોન ડીફોલ્ટરને એક વર્ષની સજા

રાજકોટ, તા. ર૭ : રાજકોટની રિદ્ધિભ સિદ્ધિ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.,ના લોનને ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ૧,૩ર,૮૭૬ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

અત્રે રાજકોટની રિદ્ધિ સિદ્ધિ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી., ૪ પચવટી સોસાયટી મેઇન રોડ, રાજપથ એપાર્ટમેન્ટ સામે, રાજકોટવાળા ઉપરોકત સરનામે શરાફી  મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. ફરીયાદીએ આરોપીએ તખ્તસિંહ રામસિંહ સોલંકી રહે. માયાણીનગર, આર.એમ.સી. કવાર્ટર, બ્લોક નં. ૪, કવાર્ટર નં. ર૩૮ર રાજકોટવાળાને સભ્ય દરજ્જો આરોપીને પ૦,૦૦૦ લોન ધીરાણ આપેલ. સદરહું રકમ આરોપીઓ ચૂકવવામાં નિષ્ફળ જતા ફરીયાદી મંડળીએ રાજકોટના ચીફ જયુડીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદ ચાલી જતા આ કામે ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચૂકવી આપેલની હકીકત સાબીત થયેલ છે. જે ફરીયાદ પક્ષે પુરવાર કરેલ છે. આમ ફરીયાદીએ પોતાની પ્રાઇમ ડયુટી બજાવેલ છે અને કાયદેસરનું લેણું બાકી નીકળે છે તે સાબીત કરેલ છે અને તે પરત કરવા આરોપીએ સદરહું વાદગ્રસ્ત ચેક આપેલ છે, જેનું આરોપી તરફે ખંડન કરેલ નથી. આમ, ફરીયાદીના વકીલશ્રીએ કેસ ચાલતા સમયે લેખીત દલીલ કરેલી કે હાલનો આરોપીએ ગંભીર ગુનો કરેલ છે. ચેક રીટર્ન થવાના કિસ્સા વધી ગયા છે. સમાજના દાખલો બેસાડવો જરૂરી બની જાય જેથી આરોપીને કાયદા મુજબની મહત્તમ સજા કરવી જોઇએ અને વળતર અપાવવું જોઇએ.

કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઇએ તો આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્યાલે હોવી જોઇએ કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચૂકવવામાં આવેલ નથી આમ, આરોપીની દાનત ફરીયાદીને પરત નહીં આપવાનું જણાય છે. જેથી ચીફ જયુડી મેજી.એ આ કામના આરોપીને એક વર્ષની સજા અને ૧,૩ર,૮૭૬ વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી રિદ્ધિ સિદ્ધિ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(3:35 pm IST)