News of Wednesday, 27th November 2019
મવડી ચોકડી વિસ્તારમાં 'કપીરાજ'નું આગમન
મવડી ચોકડી વિસ્તારમાં આજે સવારે છએક વાગ્યે કયાંકથી એક વાનર આવી ચડ્યો હતો અને અલગ-અલગ ઘરોની અગાસીઓ પર ઉછળકૂદ કરી હતી. લોકોએ તેને રોટલી, કેળા તથા બીજા ફ્રુટનો નાસ્તો આપતાં તેણે ભરપેટ ભોજન કર્યુ હતું. મોટે ભાગે ઝૂમાં કે ટીવી પરદે જોવા મળતો વાનર ઘરની અગાસીએ જોવા મળતાં બાળકો રાજી-રાજી થઇ ગયા હતાં.(ફોટોઃ અશોક બગથરીયા)
(3:33 pm IST)