રાજકોટ
News of Tuesday, 27th November 2018

રાજકોટ ફાયરબ્રિગેડમાં 41 કર્મીઓની ભરતી કરવા મનપાની લીલી ઝંડી

ફાયર બ્રિગેડમાં કુલ 227ની જરૂરિયાત સામે માત્ર 161નો સ્ટાફ : વધુ 41 જગ્યા ભરાશે

રાજકોટ :શહેરમાં વધતા જતા નવા વિસ્તારો સામે ફાયરબ્રિગેડમાં નવા સ્ટાફની ભરતી કરવાની માંગ ઉઠી છે. રાજકોટ ફાયરબ્રિગેડમાં ફાયર ઓફિસરથી લઇ ક્લીનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા હાલમાં ખાલી છે. જેમાં 6 ફાયર ઓફિસર સહિત 41 ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

આજ રોજ મનપાની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને જરૂરિયાત મુજબ ભરતી કરવા સ્ટેન્ડિંગ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ ફાયર બ્રિગેડમાં હાલ 227 જગ્યાની સામે માત્ર 161 જગ્યા પર કર્મચારીઓ ફરજ નિભાવે છે. ઉપરાંત વધુ 41 જગ્યામાં ભરતી કરવા ફાયરવિભાગ દ્વારા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં રાજકોટ શહેરી વિસ્તારમાં 7 ફાયર સ્ટેશન કાર્યરત છે. આગામી દિવસોમાં નવા ભળેલ વિસ્તાર કોઠારીયા વાવડીમાં એક નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

 

 

(8:06 pm IST)