રાજકોટ
News of Wednesday, 27th October 2021

કલીન ઇન્ડિયા અંતર્ગત રાજકોટના શાસ્ત્રીનગર સ્થિત ટેલિફોન એકસચેન્જ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

પ૦ કિલો જેટલુ પ્લાસ્ટીક વેસ્ટ એકઠુ કરી યોગ્ય નિકાલ કરાયો

રાજકોટ :ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન – કલીન ઇન્ડિયા અંતર્ગત  રાજકોટના શાસ્ત્રીનગર સ્થિત ટેલીફોન એકસચેન્જ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં પ૦ કિલો જેટલુ પ્લાસ્ટીક વેસ્ટ એકઠુ કરી તેનો નિકાલ કરાયો હતો.

બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર યોગેશ અને નહેરૂ યુવા વિકાસ કેન્દ્રના યુથ ઓફિસર સચિન પાલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં રાજકોટના  ડે.જનરલ મેનેજર અરવિંદ પરમાર, ઇન્ટરનલ ફાઇનાન્સ એડવાઇઝર કે.વી. પરમાર,  એ.જી.એમ. એ.ડી.ઠાકર અને કે.એ. ગઢવી, એસ.એમ. વછરાજાની,એ.કે.પાલ, ચંદ્રેશ વસાવડા,પી.કે.પુરબિયા, પ્રભુનાથભાઇ ઓઝા, પિયુષ મકવાણા વગેરે આ અભિયાનમાં જોડાયા હતા. તેમ યાદીમાં જણાવાયુ છે

(6:54 pm IST)