આર્થિક ભીંસથી કંટાળી પટેલ યુવાન નિલેષ ડોબરીયાનો કારખાનામાં ઝેર પી આપઘાત
સેટેલાઇટ ચોક ચંદ્રપાર્કમાં રહેતાં યુવાને રણછોડવાડીના પોતાના કારખાનામાં પગલુ ભર્યુઃ મુળ ભાડલાનો વતનીઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૭: સામા કાંઠે સેટેલાઇટ ચોક ચંદ્રપાર્ક-૨માં રહેતાં પટેલ યુવાને રણછોડવાડીમાં આવેલા પોતાના કારખાનામાં ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.
ચંદ્રપાર્કમાં રહેતાં નિલેષભાઇ રાઘવભાઇ ડોબરીયા (ઉ.વ.૩૨) નામના યુવાને રણછોડવાડી ગેઇટ-૨માં આવેલા પોતાના લેસર માર્કિંગ નામના કારખાનામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના કે. સી. સોઢા અને રાઇટર ભાવેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
જો કે સારવાર કારગત ન નિવડતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આપઘાત કરનાર નિલેષભાઇ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. મુળ ભાડલાનો વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.