રાજકોટ
News of Tuesday, 27th September 2022

માંડા ડુંગર બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીમાં ફોલ્‍ટ રિપેર કરવા ગયેલા પીજીવીસીએલ કર્મચારી પર પાણકાના ઘા

બે શખ્‍સોએ તમે કેમ ફોલ્‍ટમાં બરાબર ધ્‍યાન નથી આપતાં કહી માથાકુટ કરીઃ ગોપાલભાઇ સોજીત્રાને માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી

રાજકોટ તા. ૨૭: માંડા ડુંગર પાસે બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં વિજ ફોલ્‍ટની ફરિયાદ આવતાં રીપેરીંગ માટે ગયેલા પીજીવીસીએલના બે કર્મચારી સાથે અજાણ્‍યા શખ્‍સોએ માથાકુટ કરી તેમજ પાણકાના ઘા કરતાં એક કર્મચારીને માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર જીનીવા ડાઇંગ પાસે આરસીસી બેંક સામે રહેતાં અને આજી સબ ડિવીઝનમાં પીજીવીસીએલમાં આસી. લાઇનમેન તરીકે ફરજ બજાવતાં ગોપાલભાઇ બટુકભાઇ સોજીત્રા (ઉ.૪૪) સાંજે સાડા આઠેક વાગ્‍યે માંડા ડુંગર પાસે બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા શેરી નં. ૫માં હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી પાણાના ઘા કરતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

ગોપાલભાઇના સહકર્મીના કહેવા મુજબ બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં લાઇટની ફરિયાદ આવતાં ગોપાલભાઇ અને  પી. ડી. દવે ફોલ્‍ટ રિપેર કરવા ગયા ત્‍યારે બે અજાણ્‍યાએ તમે કેમ ફોલ્‍ટ રિપેર કરવામાં બરાબર ધ્‍યાન નથી આપતાં? તેમ કરી ઝઘડો કરી મારામારી કરી પાણકાના ઘા કરતાં ગોપાલભાઇને ઇજા પહોંચી હતી. આજીડેમ પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

ભીમરાવનગરમાં રામદેવ ચોૈહાણને ઢીકાપાટુનો માર

માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતાં રામદેવ ભરતભાઇ ચોૈહાણ (ઉ.૨૯)ને સાંજે આઠેક વાગ્‍યે ઘર નજીક અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી ઢીકાપાટુ મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરયો હતો.

ઢેબર કોલોની પાસે કિશોર સોલંકીને ઇંટ ઝીંકાઇ

ઢેબર રોડ ફાટક નજીક રહેતાં કિશોર ગોવર્ધનભાઇ સોલંકી (ઉ.૪૦) નામના યુવાનને રાતે સાડા બારેક વાગ્‍યે ઘર નજીક અજાણ્‍યા શખ્‍સો ગાળો બોલતાં હોઇ તેને ના પાડતાં ઇંટનો ઘા કરી માથામાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે આજીડેમ તથા ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(5:01 pm IST)