રાજકોટ
News of Monday, 27th September 2021

પ્રદેશ અનુ. જાતિ મોરચાની કાલે ગાંધીનગરમાં પ્રદેશ કારોબારી

રાજકોટ તા. ર૭ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી દિવસોમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમો અંતર્ગત પ્રદેશથી લઇ મંડલ સુધી કારોબારી બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આવતીકાલે તા. ર૮ ના મંગળવાર ખાતે સવારે ૯-૩૦ કલાકે કુમલમ પ્રદેશ ભાજપ  કાર્યાલય, ગાંધીનગર ખાતે અન્ય મોરચાની પ્રદેશ કારોબારી મળશે.

પ્રદશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, અનુ. જાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજી, પ્રદેશ ભાજપ અનુ. જાતી મોરચાના અધ્યક્ષ ડો. પ્રદ્યુમનભાઇ વાજાની ઉપસ્થિતીમાં મળનાર આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે માર્ગદશન અપાશે.

આ કારોબારી બેઠકમાંથી રાજકોટ મહાનગરમાંથી પ્રદેશ ભાજપ અનુ. મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયા સહિતના ગાંધીનગર ખાતે પ્રદેશ કારોબારીમાં જોડાશે.

(4:33 pm IST)