રાજકોટ
News of Monday, 27th September 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.૪૦ હજારના માસીક પગારવાળી કરાર આધારીત ૭૮ આધ્યપકોના ઇન્ટરવ્યુનો પ્રારંભ

યુનિવર્સિટી સ્થિત રર ભવનોમાં અધ્યાપક, પ્રોફેસર સહીતનાની ભરતી માટે નિષ્ણાંત કમીટી દ્વારા ઇન્ટરવ્યુ સાત દિવસ ચાલશે

રાજકોટ, તા., ૨૭: બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી કરાર આધારીત ૭૮ અધ્યાપકોની ભરતી કરવાનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. આજથી સતત ૭ દિવસ સુધી પસંદગી સમીતી દ્વારા ઇન્ટરવ્યું લેવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેથેમેટીકસ ડીપાર્ટમેન્ટ, બાયોસાયન્સ ડીપાર્ટમેન્ટ, બાયોટેકનોલોજી ડીપાર્ટમેન્ટ, કેમેસ્ટી ડીપાર્ટમેન્ટ, નેનો સાયન્સ  ડીપાર્ટમેન્ટ, સ્ટેટેસ્ટીક ડીપાર્ટમેન્ટ, ઇલેકટ્રોનીકસ ડીપાર્ટમેન્ટ, ઇંગ્લીશ ડીપાર્ટમેન્ટ, હિન્દી ડીપાર્ટમેન્ટ, જર્નાલીઝમ ડીપાર્ટમેન્ટ, ઇકોનોમીકસ ડીપાર્ટમેન્ટ, હિસ્ટ્રી ડીપાર્ટમેન્ટ, સંસ્કૃત ડીપાર્ટમેન્ટ, સાયકલોજી ડીપાર્ટમેન્ટ, ગુજરાતી ડીપાર્ટમેન્ટ, હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ, લાઇબ્રેરી સાયન્સ ડીપાર્ટમેન્ટ, બીઝનેસ મેનેજમેન્ટ  ડીપાર્ટમેન્ટ, કોમર્સ ડીપાર્ટમેન્ટ, ફાર્માસ્ટીકલ ડીપાર્ટમેન્ટ, બાયો કેમેસ્ટી ડીપાર્ટમેન્ટ, એમએસડબલ્યુ ડીપાર્ટમેન્ટ સહીતના ભવનોમાં પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર, લેકચરરની ૬૦ હજારથી રપ હજારના માસીક પગારવાળી જગ્યા પર આજથી સતત ૭ દિવસ સુધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ ભરતી માત્ર ૧૧ મહિનાના કરાર આધારીત ભરતી છે. નિષ્ણાંત સભ્યોની કમીટી હાલ ઇન્ટરવ્યુ કરી રહી છે. 

(3:44 pm IST)