રાજકોટ
News of Monday, 27th September 2021

મેડીકલેઇમની ખોટી રીતે કાપેલ રકમ વ્યાજ સહિત ચુકવવા ફોરમનો આદેશ

રાજકોટ તા. ર૭: ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી.એ ગ્રાહકના મેડિકલેઇમની ખોટી રીતે કાપેલ રકમ વ્યાજ તથા દંડ સાથે ચુકવવા રાજકોટ જીલ્લા ગ્રાહક આયોગ દ્વારા હુકમ કર્યો હતો.

રાજકોટના રહે. નરેન્દ્રભાઇ ખીમજીભાઇ ગજેરાએ પોતાના અને ફેમીલીના સભ્યો માટે મેડીકલેમ ઇન્સ્યુરન્સ પોલીસી ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી. પાસે આશરે ર૦૧૪ થી ર૦ર૦ સુધી સતત (કન્ટીન્યુ) પોલીસી લીધેલ હતી. વિમા પોલીસી સમયગાળામાં છાતીમાં દુખતા અને ગભરામણ થતા જેમાં ડોકટર સાહેબ દ્વારા જણાવેલ કે હૃદયમાં નળી બ્લોકેઝ હોય જેથી એન.જી.ઓ. પ્લાસ્ટ ટ્રીટમેન્ટ કરાવવી પડશે. જેથી સીર્નજી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ રાજકોટ ખાતે એન.જી.ઓ. પ્લાસ્ટ સારવાર કરાવેલ હતી જે બદલ અંદાજીત કુલ રકમ રૂ. ૧,૯૩,પ૭૦/- અંકે રૂપિયા એક લાખ ત્રાણું હજાર પાંચસો સીતેર પુરાનો ખર્ચ થયેલ હતો. અને આ રકમ પરત મેળવવા માટે નરેન્દ્રભાઇએ વિમા કંપનીમાં પોતાનો કલેઇમ દાખલ કરેલ જેથી વિમા કંપની દ્વારા કટકે કટકે રૂ. ૮૦,૩૬૩/- અંકે રૂપિયા એંસી હજાર ત્રણસો ત્રેસઠ પુરા ચુકવી ફરીયાદીનો કલેમ ડિસચાર્જ કરેલ હતો અને બાકીની રકમ કંપનીએ ટમ્સ એન્ડ કન્ડીસન્સના બહારનાઓ બતાવી રકમ કાપી લીધેલ હતી.

આથી તેઓએ પોતાના એડવોકેટ ધવલ એમ. દેવડા મારફત કંપનીને લીગલ નોટીસ પાઠવેલ હતી પરંતુ કંપની દ્વારા કોઇપણ જાતનો પ્રત્યુતર કે સંતોષકારક જવાબ ન મળતા તેઓએ એડવોકેટ ધવલ એમ. દેવડા દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક આયોગ (મુખ્ય) સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી તેમાં ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી. પાસે ગ્રાહકના મેડિકલેઇમની ખોટી રીતે કાપેલ રકમ રૂ. ૧,૧૩,ર૦૭/- ચડત વ્યાજ અને દંડ સાથે વસુલવા દાદ માંગી હતી.

આ ફરીયાદી જીલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ ચાલતા ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી.એ ખોટી રીતે અને પોલીસીની ટમ્સ એન્ડ કન્ડીસન્સની વિરૂધ્ધ જઇ ગ્રાહકને પોલીસીના ડર બતાવી ઇન્સયોરન્સ કલેઇમની રકમ ખોટી રીતે કપાત કરેલ છે તેવું રેકર્ડ પર આવ્યું હતું તેમજ આ કેસ ચાલતા એડવોકેટશ્રી ધવલ એમ. દેવડાની રજુઆત, પુરાવાઓ, દલીલો ધ્યાને લઇ ફોરમના પ્રમુખશ્રી વી. એમ. નાયક તથા સભ્યશ્રી કે. પી. સચદેવ એ ફરીયાદ મંજુર કરી ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી.ને રૂ. ૭૯,૬ર૩/- ફરીયાદની તારીખથી ૭% ચડત વ્યાજ સાથે દંડ/વળતર પેટે રૂ. ૩૦૦૦/- અલગથી દિન-૩૦ માં ચુકવવા હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ ધવલ એમ. દેવડા રોકાયા હતા.

(3:42 pm IST)