રાજકોટ
News of Monday, 27th September 2021

નાણાવટી ચોક પાસે પાર્ક કરેલી કાર સળગી

જામનગરના જયેશભાઇ નારીયા પત્નીની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા'તા

રાજકોટ તા. ર૭ :.. નાણાવટી ચોક પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગતા ફાયર બ્રીગેડ સ્ટાફે આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે પાર્ક કરેલી જીજે-૩-ડીએન-૬૯૬ર નંબરની વરના કારમાં બોનેટના ભાગે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફે એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. જાણ થતા કાર માલીક જયેશભાઇ ડાયાભાઇ નારીયા  (રહે. જામનગર) દોડી આવ્યા હતાં. જયેશભાઇ પત્નીની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતાં. આગ બેટરીના ભાગે શોટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

(3:40 pm IST)