રાજકોટ
News of Monday, 27th September 2021

કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી અર્પવા નાગર સમાજના યજમાનપદે પંચનાથ મંદિરે હોમાત્મક શાંતિ યજ્ઞ

હાટકેશજન રાજકોટ- નાગર્સ ઓફ નોર્થ અમેરિકા- રામ પરિવારનું આયોજન

રાજકોટઃ હાટકેશ જન, રાજકોટ અને નાગર્સ ઓફ નોર્થ અમેરિકા તથા રામ પરિવાર- રાજકોટ દ્વારા વિશ્વ સમસ્તમાં વસતા કુટુંબીજનો જેમણે કોરોના મહામારીમાં વિદાય લીધી છે. તેમના પ્રત્યે આદરસહ શ્રધ્ધાંજલિ અર્પવા નાગર સમાજના યજમાનપદે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે હોમાત્મક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.

જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, અમેરિકા, ઓસ્ટ્રેલીયાના આશરે ૬૦ દિવંગતોના આશરે ૩૦ પરિવારો આ યજ્ઞમાં સામેલ થયા હતા.

શ્રી દેવાંગભાઈ માંકડ (પ્રમુખશ્રી પંચનાથ મહાદેવ મંદિર), શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ, સમગ્ર ટ્રસ્ટીગણ, મંદિરના પૂજારીશ્રી તથા તેમના પરિવારોનો આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ મળેલ તેમ યાદીમાં જણાવાયું છે.

શાંતિ યજ્ઞના સંદર્ભે- કોઈપણ હાટકેશજન પાસેથી આર્થિક સહાય ન લેતાં, શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ, રાજકોટને સ્વૈચ્છિક અનુદાન માટે અનુરોધ કરાયેલો. તેનો સારો પ્રતિસાદ સાંપડેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

હોમાત્મક શાંતિ યજ્ઞને સફળ બનાવવા સર્વશ્રી સમીરભાઈ ઋષિકેશભાઈ વસાવડા, રાજીવભાઈ વછરાજાની 'સેવાબાપુ રાજીવ' અમેરિકા તથા હિમાંશુભાઈ દેસાઈ- અમેરિકા, જ્ઞાતિ ગોર ભરતભાઈ આચાર્ય તથા હેમેન્દ્રભાઈ  વસાવડા, દેવાંગભાઈ માંકડ, સમીરભાઈ વસાવડા, જયેશભાઈ વસાવડા, ભાવેશભાઈ બુચ, વિરન્ચીભાઈ બુચ, વિપુલભાઈ પોટા, રાજુભાઈ પોટા,  જીજ્ઞાસુ માંકડ, અતુલભાઈ વૈષ્ણવ, મુકેશભાઈ માંકડ, જગદીશભાઈ બુચ, કેયુરભાઈ અંજારિયા, દિપેશભાઈ બક્ષી,  પ્રતીક વસાવડા, બિપીન ટંકારીયા વિ. એ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)