રાજકોટ
News of Monday, 27th September 2021

સમાજશાસ્ત્ર ભવનનાં વિદ્યાર્થીઓને કોચીંગ વર્ગોનું સો કલાક નિઃશુલ્ક આયોજન

 રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૃસી.સી.ડી.સી., યુ.જી.સી. રેમેડિયલ, નેટ કોચીંગ સેન્ટર અને સમાજશાસ્ત્ર ભવનનાં સંયુકત ઉપક્રમે ભવનનાં વિદ્યાર્થીઓને રોજગારીમાં ઉપયોગી વિષયો ઉપર ભવનનાં તજજ્ઞો અને બહારના નિષ્ણાંતો મારફત ૫૦ કલાકની નિઃશુલ્ક રેમેડિયલ કોચીંગની તાલીમ અને તેની સાથે ૫૦ કોલેજ કે યુનિવર્સિટીમાં અધ્યાપક થવા માટે ની આવશ્યક પરીક્ષા નેટ-સ્લેટના પેપર-૨ના જુદા-જુદા વિષયોની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમ શાળાના ઉદ્દઘાટન સત્રમાં કુલપતિ પ્રો.નિતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણી, સિન્ડીકેટ સદસ્ય ડો.ભરતભાઇ રામાનુજ, સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો.જયોતિબેન નાયક, સી.સી.ડી.સી.નાં સંયોજક પ્રો.નિકેશભાઇ શાહ, ભવનનાં ડો.ભરતભાઇ ખેર, ભવનનાં કોર્ડીનેટર ડો.રાકેશભાઇ ેભેદી, નવનિયુકત અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે સમયની તસ્વીર.

(3:26 pm IST)