રાજકોટ
News of Monday, 27th September 2021

તમારા ઘર-ઓફીસની અગાસીએ ચબુતરો બનાવો

પક્ષીઓ માટે હેરફેર કરી શકાય તેવા પોર્ટેબલ ચબુતરાનું નિર્માણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા કરાશે

રાજકોટઃ દરેક વ્યકિતને પક્ષીને ચણ નાખવાની ઇચ્છા હોય છે. પરંતુ ખુલ્લા મેદાન મળતા હોતા નથી તેવા સંજોગોમાં ફળીયામાં કે અગાસી પર ખુલ્લામાં હેરવી ફેરવી શકાય અને પક્ષીને ચણ નાખવા તથા પક્ષીને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા રાખવાની વ્યવસ્થા યુકત મોબાઇલ ચબુતરો (હેરફેર કરી શકાય તેવો ચબુતરો) નું નિર્માણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા  કરવામાં આવ્યું છે. આ ચબુતરામાં બિલાડી/ કુતરા જેવા પ્રાણીથી પણ પક્ષીઓને સારૂ એવુ રક્ષણ મળી રહે છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પડતર કિંમતે આ મોબાઇલ ચબુતરો આપવામાં આવશે. આ મોબાઇલ  ચબુતરા અંગેની વધુ માહિતી માટે તેમજ રૂરૂ જોવા માટે કે વ્હોટસએપમાં  ચબુતરાના ફોટા અને વિડીયો મેળવવા માટે મો.૭૬૨૧૦ ૫૮૯૪૯ પર સંપર્ક કરવો. પોતાના વતનમાં, મંદિરમાં, જાહેર સ્થળોએ, ઉદ્યાનોમાં કે પછી મકાનની-ઓફીસની અગાસી, ફળીયામાં આ  ચબુતરો મુકવામાં આર્થિક સહયોગ આપી દરરોજ સેંકડો પક્ષીઓની ભુખ સંતોષવામાં ભાગીદાર બની પુણ્ય મેળવો. તેમ યાદીના અંતમાં સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયાએ જણાવ્યું છે.

(10:36 am IST)