રાજકોટ
News of Friday, 27th September 2019

ભરવાડ શખ્સોના ચકચારી ''ડબલ મર્ડર''કેસમાં માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૭: રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ઘાસના થોડા રાખવાના પ્રશ્ને થયેલા મારામારીમાં બેવડી હત્યાના ગુનામાં જેલમાં રહેલ એક ભરવાડ શખ્સની માનવતાના ધોરણે કરવામાં આવેલ જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કેની વિગત જોઇએ તો શહેરના ઢોલરા ચોકડી પાસે આ કામના ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઘાસના વેચાણ બાબતે મનદુખ ચાલતું હતું. તેનો ખાર રાખીને તારીખ ૮-૪-૧૮ ના રોજ જેશીંગભાઇ મેરાભાઇ શિયાળીયા અને વજાભાઇ ખીમાંભાઇ અળગોતરની હત્યા કરેલ. જેમાં આરોપીઓએ એક સંપ કરી જેશિંગભાઇને છરીના ઘા મારીને ગરદનનાા પાછળ ભાગે માથાના ભાગે તથા પેટના દૂટીના ભાગે તથા વેજાભાઇ અલગોતરને તલવાર તથા ધારિયાના ઘા માથાના લમણાના ભાગે મારી તેઓનું ખૂન કરવાના ઇરાદે આવા જીવલેણ હથિયારો કુહાડી, છરી, ફરશી તથા લાકડીઓથી હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવેલ.

આ ગુનામાં તાલુકા પો. સ્ટે.માં લક્ષમણભાઇ જસિંગભાઇ શિયાળીયા જે મરનારના પુત્ર થતાં હોય ફરિયાદ કરતા ગુના રજી.નં. ૪ર/૧૮ થી ગુનો દાખલ થયેલ અને ઇ.પી.કો.ક. ૩૦ર, ૩૦ટ, ૩૪, ર૦૧ તથા ૧૩પ મુજબ ગુનો દાખલ થયેલ અને મેલા વજુભાઇ ઉર્ફે વરજાંગ શિયાળીયા, નવઘણ શિયાળીયા, વિશાલ ઉર્ફે લાલો મેલભાઇ શિયાળીયા સામે ગુનો દાખલ કરી ઉપરોકત શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

હાલ જેલમાં રહેલા આ પૈકીનાં મેલા વજુભાઇ ઉર્ફે વરજાંગભાઇ શિયાળીયા એ રાજકોટ હાલ-ગોંડલ જેલ વાળા એ સેન્સ અદાલતમાં પોતાના વકીલ મારફત પોતાની પત્નીની સારવાર કરાવવા અને તે માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે દિન-૧પ માટે માનવતાના ધોરણે જામીન મેળવવા અરજી કરેલ.

આથી બંને પક્ષોના વકીલની દલીલો, ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ, મૂળ ફરિયાદીના વાંધાઓ ધ્યાને લઇ અડિસનલ સેશન્સ જજ શ્રી વી. વી. પરમાર એ આરોપીની માનવતાની જામીન અરજી નામંજુર કરેલ છે. આ કામે સરકારશ્રી તરફે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા તથા મૂળ ફરિયાદી વતી વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, ભરતભાઇ સોમાણી, શિવરાજસિંહ ઝાલા અને મદદનીશ તરીકે શકિતદાન ગઢવી રોકાયેલ હતા.

(4:13 pm IST)