ચૂંટણી પંચનો મતદાર યાદી ચકાસણી કાર્યક્રમઃ રાજકોટ જીલ્લામાં નબળો પ્રતિસાદઃ કુલ ૨૧ લાખ મતદારોઃ માત્ર ૪૮ હજારમાં જાગૃતિ !!
રાજકોટ શહેર-જીલ્લામાં નામ ઉમેરવા ૨૮૦૦એ ફોર્મ ભર્યાઃ જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આ જ સ્થિતિ... :જીલ્લા ચૂંટણી તંત્રે અનેક કાર્યક્રમો કર્યાઃ અખબારોમાં યાદી આપી પણ લોકોને કોઈ રસ જ નથીઃ પોતાના નામની ચકાસણી કરવી એ જરૂરી : રાજ્યભરમાં માત્ર ૩.૫૮ ટકા કામગીરીઃ ચૂંટણી પંચ ચોંકી ઉઠયું : રાજ્યભરમાં માત્ર ૩.૫૮ ટકા કામગીરી થઈ છે. સૌથી નબળી સુરતમાં માત્ર ૧.૭૫ ટકા તો સૌથી બેસ્ટ તાપી જીલ્લામાં ૧૭.૨૦ ટકા કામગીરી હોવાનું જાહેર થયુ છે
રાજકોટ, તા. ૨૭ :. ચૂંટણી પંચ દ્વારા હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ૧લી સપ્ટેમ્બરથી આ કાર્યક્રમ શરૂ થયો છે. આમા લોકોને અપીલ કરાઈ છે કે મતદારો પોતાનું નામ ચકાશે, બરોબર છે કે કેમ, તે જૂએ, ફેરફાર હોય તો તે મુજબનું ફોર્મ ભરે, પરંતુ મતદારોમાં માત્ર ૨ થી ૨ાા ટકા જાગૃતિ આવી છે.
રાજ્યભરના આંકડાકીય માહિતી તપાસતા તા. ૨૬ની સ્થિતિ મુજબ રાજકોટ ઉપરાંત અન્ય ૭ જીલ્લામાં મતદાર યાદી ચકાસણી કાર્યક્રમને રાજ્યભરમાં સૌથી વધુ નબળો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ શહેર-જિલ્લામાં કુલ ૨૧ લાખથી વધુ મતદારો છે, તે સામે માત્ર ૪૮ હજાર લોકોએ પોતાના નામો અંગે ચકાસણી કરી છે.
રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રે પોતાના પ્રાંત-મામલતદારો મારફત અનેક સેમીનારો કર્યા, અપીલો કરી, અખબારોમાં વારંવાર યાદીઓ આપી, પણ લોકોને કોઈ રસ જ ન હોય તેમ માત્ર ૪૮ હજાર મતદારોએ ચકાસણી કરી.
ચૂંટણી અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે લોકો સમજે તો સારૂ, પોતાના નામ, સરનામા, ફેરફાર વગેરેની ચકાસણી કરવી જરૂરી છે, પરંતુ લોકો સમજતા જ નથી.
અત્રે એ નોંધનીય છે કે, ૧લી તારીખથી શરૂ થયેલ. આ કાર્યક્રમ સંદર્ભે નામ ઉમેરવા માટે રાજકોટ શહેર-જીલ્લામાં ૨૮૦૦થી વધુ ફોર્મ ભરાયા છે.
મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ લોકોએ કયા જીલ્લામાં 'ચેક' કર્યુ |
||
જીલ્લાનું નામ |
મતદારો (કુલ) |
મતદારો દ્વારા ચકાસણી |
કચ્છ |
૧૪૮૦૨૭૨ |
૧૮૬૮૬ |
બનાસકાંઠા |
૨૨૩૧૭૬૦ |
૮૫૧૫૪ |
પાટણ |
૧૦૬૩૦૯૩ |
૪૦૬૯ |
મહેસાણા |
૧૬૪૧૦૧૪ |
૧૮૯૪૬ |
સાબરકાંઠા |
૧૦૨૧૪૪૭ |
૫૪૨૮૧ |
અરવલ્લી |
૭૭૬૭૭૪ |
૪૬૧૭૧ |
ગાંધીનગર |
૧૨૨૪૬૦૧ |
૪૫૦૦૫ |
અમદાવાદ |
૫૫૦૮૯૨૬ |
૫૨૬૩૨ |
સુરેન્દ્રનગર |
૧૩૧૬૫૨૮ |
૪૪૨૧૨ |
મોરબી |
૭૫૧૫૮૪ |
૧૦૪૧૪ |
રાજકોટ |
૨૧૩૭૮૧૮ |
૪૮૨૧૯ |
જામનગર |
૧૧૦૮૧૭૯ |
૧૪૫૩૩ |
દેવભૂમિ દ્વારકા |
૫૪૭૧૮૯ |
૨૩૨૦૩ |
પોરબંદર |
૪૫૩૬૧૪ |
૨૪૩૭૭ |
જૂનાગઢ |
૧૨૦૨૧૧૨ |
૨૭૧૧૨ |
ગીર સોમનાથ |
૯૧૪૨૬૮ |
૭૫૩૪૫ |
અમરેલી |
૧૨૦૦૫૯૩ |
૬૧૩૬૯ |
ભાવનગર |
૧૬૮૦૬૦૮ |
૬૮૦૭૫ |
બોટાદ |
૫૧૫૯૦૭ |
૧૭૭૩૧ |
આણંદ |
૧૬૫૬૯૮૫ |
૩૫૮૬૧ |
ખેડા |
૧૪૮૯૫૬૮ |
૩૫૨૮૩ |
મહીસાગર |
૭૫૨૬૧૩ |
૩૧૧૭૬ |
પંચમહાલ |
૧૨૦૮૩૦૩ |
૫૭૨૫૩ |
દાહોદ |
૧૩૮૨૩૬૨ |
૫૧૭૬૮ |
વડોદરા |
૨૪૩૧૬૧૦ |
૧૧૫૬૧૫ |
છોટા ઉદેપુર |
૭૬૦૨૬૯ |
૨૪૪૯૯ |
નર્મદા |
૪૨૬૭૨૪ |
૩૪૧૦૬ |
ભરૂચ |
૧૧૬૪૭૯૪ |
૫૪૨૪૩ |
સુરત |
૪૨૫૪૬૩૧ |
૬૩૦૪૧ |
તાપી |
૪૭૪૮૨૮ |
૭૪૧૩૮ |
ડાંગ |
૧૭૪૭૧૪ |
૧૮૭૯૦ |
નવસારી |
૧૦૨૦૦૯૦ |
૪૫૯૭૦ |
વલસાડ |
૧૨૧૫૮૨૩ |
૬૦૧૨૮ |
કુલ |
૪૫૧૮૯૭૦૧ |
૧૪૭૦૧૨૯ |